ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરતમાં 4 વર્ષની બાળકી પર દુષ્કર્મ કરનાર આરોપી ઝડપાયો - સુરતમાં 4 વર્ષની બાળકી પર દુષ્કર્મ કરનાર આરોપી ઝડપાયો

સુરતઃ શહેરમાં સચીન GIDC વિસ્તારમાં રામલીલા જોવા ગયેલી ચાર વર્ષની બાળકીનું અપહરણ કરી દુષ્કર્મ આચરનાર નરાધમની આખરે સુરત પોલીસે ધરપકડ કરી છે. લુમ્સ કારખાનામાં કામ કરનાર કારીગરે જ ચાર વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચર્યુ હતુ. CCTVફૂટેજના આધારે આખરે આ નરાધમની ધરપકડ કરવામાં આવી હતી.

surat
સુરત

By

Published : Dec 20, 2019, 10:34 AM IST

ચાર વર્ષની માસૂમ બાળકી પિતા સાથે રામલીલા જોવા ગઈ હતી. તે દરમિયાન નરાધમે બાળકીનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યુ હતુ. ત્યારબાદ તેને ઘર નજીક મૂકી નાસી ગયો હતો. આ સમગ્ર ચકચારી ઘટનામાં આખરે ચોથા દિવસે સુરત પોલીસને આરોપીની ધરપકડ કરી હતી. CCTVમાં કેદ આરોપીના ફૂટેજના આધારે સુરત પોલીસે તેની ધરપકડ કરી હતી. આરોપી લુમ્સના કારખાનામાં કારીગર તરીકે કામ કરતો હતો.

સુરતમાં 4 વર્ષની બાળકી પર દુષ્કર્મ કરનાર આરોપી ઝડપાયો
સુરતમાં 4 વર્ષની બાળકી પર દુષ્કર્મ કરનાર આરોપી ઝડપાયો

પોલીસે આરોપીનો સ્કેચ પણ જાહેર કર્યો હતો અને 50 હજારનું ઇનામ પણ રાખ્યું હતું. આખરે પોલીસની મહેનત રંગ લાવી અને આરોપીની ઝડપાયો હતો. ત્યારબાદ પોલીસે પોક્સો હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

સુરતમાં 4 વર્ષની બાળકી પર દુષ્કર્મ કરનાર આરોપી ઝડપાયો

ABOUT THE AUTHOR

...view details