સુરત:શહેરના પીપલોદ વિસ્તારમાં એક બાંધકામ સાઈટ ઉપર 25 વર્ષીય યુવક ઉપર લોખંડનો ટેકો પડતા મોત થયું છે. શહેરના પીપલોદ વિસ્તારમાં આવેલ જીંજર હોટલની બાજુમાં આવેલ નવનિર્મિત બિલ્ડીંગ પેલેડિયમ ટાવરમાં 25 વર્ષીય વિનોદ સંતરામ વર્મા નામનો યુવક જેઓ પીઓપીનું કામ કરતા હતા. તેઓ આજે સવારે બિલ્ડીંગ નીચે ઉભા હતા. ત્યારે તેમની ઉપર 13માં માળેથી લોખંડનો ટેકો પડતા વિનોદના માથે ગંભીર ઈજાઓ થઈ હતી. બાદમાં સારવાર માટે તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે નવી સિવિલ હોસ્પિટલ લઈ આવામાં આવ્યા હતા. જ્યાં તેમનું ટૂંકી સારવાર બાદ મોત થયું હતું.
Surat News: સુરતમાં 25 વર્ષીય યુવક ઉપર લોખંડનો ટેકો પડતા મોત, પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો
સુરત શહેરના પીપલોદ વિસ્તારમાં એક બાંધકામ સાઈટ ઉપર 25 વર્ષીય યુવક ઉપર લોખંડનો ટેકો પડતા મોત થવાની ઘટના સામે આવી છે. હાલ તો આ સમગ્ર મામલે ઉમરા પોલીસે બાંધકામ સાઈટ પરના કામદારોના નિવેદન લઈ વધુ તપાસ હાથ ધરી છે.
Published : Sep 14, 2023, 3:45 PM IST
"હું સુથારી તરીકે કામ કરું છું. મને હોસ્પિટલથી તેમના મિત્રો દ્વારા ફોન કરવામાં આવ્યો હતો. હું આવ્યો ત્યારે વિનોદનું હૃદય ધબકતું હતું. પરંતુ તેનો જીવ થોડીવારમાં જતો રહ્યો હતો. આ દિવાળી બાદ તેના લગ્ન હતા. છ મહિના પહેલા તેની સગાઈ કરી હતી. નવ વર્ષથી કામ કરી પરિવારને આર્થિક મદદરૂપ થતો હતો. અમે મૂળ ઉત્તરપ્રદેશના પ્રયાગરાજના છીએ. પોલીસે પણ આ મામલે તપાસ શરૂ કરી છે."--સંતરામ વર્મા (મૃતક વિનોદના પિતા)
ટૂંકી સારવાર બાદ મોત: આ બાબતે મૃતક વિનોદના પિતા સંતરામ વર્માએ જણાવ્યું કે, "વિનોદ હાલ પીપલોદ વિસ્તારમાં આવેલી જીંજર હોટલની સામે આવેલ નવનિર્મિત બિલ્ડીંગ પેલેડિયમ ટાવરમાં પીઓપી કરવાનું કામ કરતો હતો. આ રીતે જ દરેક નવનિર્મિત બિલ્ડિંગમાં છેલ્લા 9 વર્ષથી પીઓપીનું કામ કરે છે. આજે સવારે વિનોદ બિલ્ડીંગ નીચે ઉભો હતો. ત્યારે ઉપરથી ભારે ભરખમ બાંધકામનો લોખંડનો ટેકો તેના માથે પડ્યો હતો. જેથી માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. જેથી તેને સારવાર માટે 108 એમ્બ્યુલન્સ મારફતે નવી સિવિલ હોસ્પિટલ લઈ આવ્યા હતા. અહીં તેમનું ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું.