સુરતના કામરેજમાં 22 વર્ષીય યુવકે રૂમમાં કર્યો આપઘાત સુરત:મહુવા તાલુકાના વલવાડા ગામના ભગત ફળિયા ખાતે રહેતા 45 વર્ષીય સુરેશભાઈ ગુલાબભાઈ પટેલના પરિવારમાં 22 વર્ષીય મોટો પુત્ર અંકેશ અને 18 વર્ષીય મયુર સહિત બે પુત્રો હતા. મોટો પુત્ર અંકેશ કામરેજના ઉદ્યોગ નગર ખાતે આવેલ જે.કે આર્ટ ક્રિએશન નામની કંપનીમાં નોકરી કરતો હતો. જ્યાં અંકેશ સહિત ખુશ્બુ કલ્પેશભાઈ પટેલ,આરતી ધીરુભાઈ પટેલ તેમજ રેખા સુમનભાઈ પટેલ સહિતની યુવતીઓ ત્યાં જ રહી નોકરી કરતી હતી.
"હાલ મૃતક યુવકના પીતાની ફરિયાદ લેવામાં આવી છે. ફરિયાદના આધારે તપાસ હાથ ધરવામાં આવી છે. ક્યાં કારણોસર યુવકે આપઘાત કર્યો તે હજુ જાણવા મળ્યું નથી."-- મનોજ ભાઈ( કામરેજ પોલીસ મથકના ASI)
કામરેજ પોલીસ મથકે જાણ: સાંજના નવ વાગ્યાની આસપાસના સમયે અંકુશ ખાઈને પોતાના અલગ રૂમમાં સુવા માટે તો રહ્યો હતો. ત્યારબાદ બીજા દિવસે સવારે છ વાગ્યા આસપાસ ખુશ્બુ પટેલ અને આરતી પટેલ તેમના નિત્યક્રમ મુજબ કામ પર હતા. ખુશ્બુ અંકુશને કામ પર જવા માટે ઉઠાડવા ગઈ હતી. તે દરમિયાન અંકુશ રૂમમાં જતા અંકુશ રૂમમાં મૃત મળી આવ્યો હતો. આથી તેણે બાજુમાં રહેતા રેખાબેન અને સુમનભાઈને જાણ કરી હતી. ત્યારબાદ ઘટનાની જાણ કામરેજ પોલીસ મથકે કરવામાં આવી હતી. જે બાદ કામરેજ પોલીસે મૃતક અંકેશ પટેલની મૃતદેહનો કબજો મેળવી આગળની તજવીજ હાથ ધરી હતી.
22 વર્ષીય પરિણીતાનો આપઘાત: અન્ય બનાવની વાત કરીએ તો થોડા દિવસ અગાઉ સુરત શહેરમાં 22 વર્ષીય પરિણીતાએ આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી હતી. સુરત શહેરમાં ગવિયર ગામના પટેલ ફળિયામાં રહેતા 22 વર્ષીય યુવતીએ પોતાના જ ઘરમાં આપઘાત કરી લીધો હતો. આ વાત બહાર આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. આ ઘટનાની જાણ ડુમસ પોલીસને થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. મૃતક યુવતીનો મૃતદેહ નીચે ઉતારી સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો હતો. પોલીસ આ અંગે પણ તપાસ કરી રહી છે.
- Ahmedabad Crime : માધુપુરામાં જૂના ઝઘડાની અદાવતમાં યુવકની હત્યા, વેપારીઓએ માર્કેટ બંધ રાખતા પોલીસ થઈ દોડતી
- Surat Crime: કતારગામની પરણિતાને પતિ સહિતના સાસરિયાઓ દ્વારા ઢોર માર મરાયોનો આરોપ