ગુજરાત

gujarat

ETV Bharat / state

Accident News: સુરતમાં માર્ગ અકસ્માતમાં 19 વર્ષીય યુવકનું ટૂંકી સારવાર બાદ મોત, યુવક આજે પોતાના વતન બિહાર જવાનો હતો. - Accident News Surat

સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલ ડિ માર્ટ પાસે19 વર્ષીય યુવકનું 9 વાગ્યેની આસપાસબાઈક ડિવાઇડર સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. જોકે યુવકનું ટૂંકી સારવાર બાદ મોત થયું હતું. હાલ આ મામલે પાંડેસરા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

Accident News: સુરતમાં માર્ગ અકસ્માતમાં 19 વર્ષીય યુવકનું ટૂંકી સારવાર બાદ મોત, યુવક આજે પોતાના વતન બિહાર જવાનો હતો.
Accident News: સુરતમાં માર્ગ અકસ્માતમાં 19 વર્ષીય યુવકનું ટૂંકી સારવાર બાદ મોત, યુવક આજે પોતાના વતન બિહાર જવાનો હતો.

By

Published : Jan 21, 2023, 12:07 PM IST

સુરત:શહેરના સચિન હોજીવાલામાં રહેતો 19 વર્ષીય હરિશંકર અજય યાદવ જેઓ સચિન હોજીવાલામાં જ કામ કરીને પોતાના પરિવારને મદદરૂપ થતો હતો. આજરોજ સવારે 9 વાગ્યે ની આસપાસ તે ડી માર્ટમાં ખરીદી કરવા માટે ગયો હતો તે સમય દરમિયાન અચાનક જ બાઈક નું બેલેન્સ બગડતા ડિવાઇડર સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો.

સ્થાનિક હેલ્થ સેન્ટર:અકસ્માત થતા તે ખૂબ જ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. તેને એક સ્થાનિકે તાત્કાલિક પોતાની ગાડીમાં જ સ્થાનિક હેલ્થ સેન્ટર પર લઈ ગયો હતો. પરંતુ ત્યાંથી ડોક્ટરોએ મોટી હોસ્પિટલમાં લઈ જવાનું કહેતા હરીશંકર ને રિક્ષામાં ખાનગી હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ ચાલુ કરતા તેનું મોત નીપજ્યું હતું.જોકે મૃતકના સગા સબંધીઓ દ્વારા પોલીસને જાણ કર્યા વગર હોસ્પિટલમાંથી મૃતદેહને ઘરે લઈ ગયા હતા.

ડેટ સર્ટિફિકેટની જરૂર:અંતિમ સંસ્કાર કરવા ડેટ સર્ટિફિકેટની જરૂર પડતા મામલો સામે આવ્યો અને હરિશંકર ની ડેટ બોડીને નવી સિવિલ હોસ્પિટલ લઈ આવતા સમગ્ર મામલો બહાર આવતા જ પાંડેસરા પોલીસ દોડી થઇ ગઈ હતી.હાલ આ મામલે મૃતદેહ ને પીએમ અર્થ ખસેડી કારકાર્યવાહી હાથ ધરી છે. તે ઉપરાંત પાંડેસરા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો Vadodara : વિધર્મી પ્રેમી સાથે મહિલા કોન્સ્ટેબલ કોલ્હાપુરથી ઝડપાય, લવ જેહાદના હોબાળાનો અંત

ટ્રીટમેન્ટ ચાલુ:આ મામલે મૃતક હરિશંકરના સંબંધી મામા ભરત યાદવ એ જણાવ્યું કે, આ ઘટના સવારે 9:00 વાગ્યે બની હતી જોકે ઘટના થતા જ અમને એક વ્યક્તિ નો ફોન આવ્યો હતો કે આ રીતે ઘટના બની છે. એટલે અમે તાત્કાલિક અલથાણ હેલ્થ સેન્ટર પહોંચ્યા હતા. ત્યાંથી ડોક્ટરે કહ્યું હતુંકે, આમને તાત્કાલિક ધોરણે કોઈ મોટી હોસ્પિટલ લઈ જાઓ એટલે અમે રિક્ષામાં યુનિક હોસ્પિટલ ત્યાં ફરજ પરના ડોક્ટરે તેની ટ્રીટમેન્ટ ચાલુ કરતા જ તેનું મૃત્યુ થઈ ગયું હતું.

આ પણ વાંચો Crime news: ધોરણ 12ની વિદ્યાર્થીનીનો અશ્લીલ વીડિયો બનાવી 3 યુવકોએ આચર્યું દુષ્કર્મ

સિવિલ હોસ્પિટલ પહોંચ્યા: હરીશંકરની ડેથ થઈ ગયા બાદ હોસ્પિટલ દ્વારા અમને કહેવામાં આવ્યું કે તમે આમને સિવિલ લઈ જાઓ ત્યાંથી આમનું પોસ્ટમોર્ટમ કરાવજો
પરંતુ અમને તે સમયે કંઈક ખબર પડતી નથી. જેથી અમે હરીશંકર ને લઈ મારા ઘરે પાંડેસરા લઈ ગયા હતા.હરિશંકરના માતા પિતાને જાણ કર્યા બાદ તેમણે અમને અહીં જ અંતિમ ક્રિયા કરવા માટે કહ્યું હતું. પરંતુ અમને આજબાજુ ના લોકો દ્વારા જણાવવામાં આવ્યું કે, અંતિમ સંસ્કાર ડેટ સર્ટિફિકેટ વગર કઈ રીતે કરશો. જેથી અમે હરીશંકર ને લઇ ફરીનેવી સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા.હોસ્પિટલ દ્વારા જ પોલીસને જાણ કરવામાં આવી હતી.

રોજગારી માટે આવ્યો હતો:હરીશંકર આજે જ પોતાના ગામ જવાના તો જેથી વહેલી સવારે જ મારા ઘરે પાંડેસરા બધું સમાન લઈને આવી ગયો હતો. 6 મહિના પહેલા જ પોતાના મૂળ વતન બિહારથી સુરત રોજગારી માટે આવ્યો હતો. અને આજે સુરત આવ્યા બાદ ગામ પહેલી વખત જઈ રહ્યો હતો.આજે સાંજે 4 વાગે અમદાવાદ ટુ બા્રૌની ટ્રેન હતી.તે મૂળ બિહાર મધુબની જિલ્લા થના ફુલપરાશ રોટીનિયા ગામ જવાનો હતો.

શોકમાં ગરકાવ: અચાનક આ રીતે ઘટના બનતા તેના પરિવાર વાળા પણ ગામમાં શોકમાં ગરકાવ થઈ ગયા છે.તેના પરિવાર માં તેના માતા-પિતા એક નાનો ભાઈ અને હરિશંકર હતો. એમ કુલ 4 જણાનું પરિવાર છે. જોકે આ ઘટના બનતા જ અમને કશું જ ખબર પડતી નઈ હતી. કારણ કે આવી ઘટના અમારી સામે પહેલી વખત બની છે.

ABOUT THE AUTHOR

...view details