ગુજરાત

gujarat

ETV Bharat / state

Golden Modi in Surat: સુરતમાં 156 ગ્રામ સોનાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મૂર્તિ બની - 156 gram gold statue of PM Narendra Modi

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચાહકો PM મોદી (Golden Modi) માટે પોતાની લાગણીઓ પોતપોતાની રીતે જાહેર કરતા હોય છે, ત્યારે સુરતમાં એક જ્વેલરી મેકિંગ કંપનીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ખાસ મૂર્તિ ગોલ્ડમાં તૈયાર (gold statue of PM Narendra Modi is made in Surat) કરી છે. ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ઐતિહાસિક વિજય બાદ જે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપે 156 બેઠકો મેળવી છે, તેનાથી પ્રભાવિત થઈને આ જ્વેલરી મેકિંગ કંપનીએ 156 ગ્રામની વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મૂર્તિ ગોલ્ડમાં (156 gram gold statue of PM Narendra Modi ) તૈયાર કરી છે.

Golden Modi in Surat: સુરતમાં 156 ગ્રામ સોનાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મૂર્તિ બની
Golden Modi in Surat: સુરતમાં 156 ગ્રામ સોનાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મૂર્તિ બની

By

Published : Jan 18, 2023, 11:05 PM IST

Golden Modi in Surat: સુરતમાં 156 ગ્રામ સોનાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મૂર્તિ બની

સુરત:સુરતમાં 156 ગ્રામ સોનાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મૂર્તિ જોઈ તમે પણ પ્રશંસા કરશો. આમ તો સુરત ડાયમંડ અને જ્વેલરી મેકિંગ માટે વિશ્વ પ્રખ્યાત છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ ઉદ્યોગને વૈશ્વિક સ્તરે ખ્યાતિ આપવા અનેક પ્રયાસો પણ કરતા જોવા મળે છે. આ ઉદ્યોગ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે લાગણીઓ રાખે છે, ત્યારે સુરતની એક જ્વેલરી મેકિંગ કંપનીએ ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં 156 સીટ જીત બદલ પીએમ મોદીની મૂર્તિ બનાવી છે. જે કોઈ સામાન્ય મૂર્તિ નહીં પરંતુ સોનામાંથી તૈયાર કરાયેલી મૂર્તિ છે. 3 મહિના બનાવવામાં લાગ્યા. 20 કારીગરોની ટીમે મહેનત કરી આ મૂર્તિ તૈયાર કરી છે.

આ પણ વાંચો:Agriculture Department Draw System : ડ્રો સિસ્ટમ રદનો લેવાશે નિર્ણય, ઓનલાઈન સિસ્ટમથી ખેડૂતોને મળશે લાભ

લોકોની લાગણી પણ PM નરેન્દ્ર મોદી માટે ગોલ્ડ જેવી: જ્વેલર્સ સંદીપ જૈનએ જણાવ્યું હતું કે, અમે હિન્દુસ્તાનમાં રહીએ છીએ ,જ્યાં લોકોને ગોલ્ડ પ્રત્યે ખૂબ જ લાગણી હોય છે. અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરવા માટે શબ્દો ઓછા પડી જાય છે. લોકોની લાગણી પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે ગોલ્ડ જેવી છે. આજ કારણ છે કે, PM મોદી અને ગોલ્ડને એક સ્વરૂપ આપી લાગણીઓને વધાવી છે. લોકો જે રીતે વડાપ્રધાનના ચાહક છે, તેને એક રૂપ આપવા માટે ગોલ્ડમાં તેમની પ્રતિકૃતિ બનાવવામાં આવી છે. ગુજરાતમાં જે 156 સીટો આવી છે, તે એક ક્યારેય ઇતિહાસમાં જોવા મળી નથી અને કદાચ ભવિષ્યમાં પણ જોવા મળશે નહીં. જ્યારે PM મોદીએ 156 સીટો જીતી ત્યારે જ અમે વિચારી લીધું હતું અને અમારી ટીમને કહી દીધું હતું કે, તેમની એક ગોલ્ડમાં પ્રતિકૃતિ બનાવવામાં આવશે.

ઐતિહાસિક કાર્યો કરી રહ્યા છે: જ્વેલર્સ વસંત બોહરાએ જણાવ્યું હતું કે, જ્યારથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચૂંટાઈને આવ્યા છે ત્યારથી અમારી ઈચ્છા હતી કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સોનામાં પ્રતિકૃતિ બનાવવામાં આવે. જે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ દેશ અને વિદેશ માટે ઐતિહાસિક કાર્યો કરી રહ્યા છે, ત્યારે અમારી પણ ઈચ્છા થઈ હતી કે તેમને માટે કઈ ઐતિહાસિક વસ્તુ બનાવીએ. તેઓએ ગુજરાતમાં 156 બેઠકો જીતી છે, જે ઇતિહાસ છે. આ જ કારણ છે કે, અમે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 156 ગ્રામની મૂર્તિ ગોલ્ડમાં બનાવી છે. અમે ઈચ્છીએ છીએ કે આ જ રીતે તેજ પ્રગતિ કરતું રહે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેની માટે કાર્યરત રહે. 20થી 25 લોકોની ટીમના મહેનતથી ત્રણ મહિનામાં આ મૂર્તિ તૈયાર કરવામાં આવી છે.

આ પણ વાંચો:Gujarat Government hospital: ગુજરાતની સરકારી હોસ્પિટલ બનશે પેપર લેસ

મૂર્તિની ખાસિયત: આ મૂર્તિ 18 કેરેટ ગોલ્ડમાં તૈયાર કરવામાં આવી છે. આ મૂર્તિ હુંબહુ જોવામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી જેવી લાગે છે. તેમના ચશ્મા, ચેહરા અને આંખો જોઈને તમે લાગશે કે, આ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હુંબહુ પ્રતિકૃતિ છે. જેની અંદાજીત 11 લાખની કિંમત છે. રાધિકા ચેન્સ કંપનીમાં મૂર્તિ બનાવવામાં આવી છે. 156 ગ્રામ સોનાથી આ મૂર્તિ એટલા માટે બનાવવામાં આવી છે કારણ કે, તેઓએ ગુજરાતમાં 156 સીટો જીતી છે, જે એક ઇતિહાસ છે.

ABOUT THE AUTHOR

...view details