લાઇટિંગમાંથી પસાર થતા વીજ વાયર કિશોરને અડી જતા કરંટ લાગતા મોત સુરત:શહેરના સચીન વિસ્તારમાં આવેલ આવાસમાં ગણપતિના મંડપમાં આરતી કરતાં 13 વર્ષીય કિશોરને કરંટ લાગતા મોત થવાની ઘટના સામે આવી છે. હાલ આ મામલે સચીન પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. સુરજના મોતથી પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો છે.
વીજ કરંટ લાગતાં ઢળી પડ્યો: 13 વર્ષીય સુરજકુમાર સંજય મહંતો ગઈકાલે રાતે ગણપતિના મંડપમાં આરતી કરવા જતા મંડપમાં સજાવામાં આવેલ લાઇટિંગના વાયરમાંથી પસાર થતો વીજ કરંટ લાગતાં જમીન ઉપર ઢળી પડ્યો હતો. જોકે સારવાર માટે તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ જતા ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો. જાણ કરતા સચિન પોલીસ હોસ્પિટલ પહોંચી હતી. બાળકના મૃતદેહનો કબજો મેળવી નવી સિવિલ હોસ્પિટલ પોસ્ટમોર્ટમ માટે મોકલી ઘટના સ્થળ ઉપર કઈ રીતે કરંટ લાગ્યો છે તે અંગે તપાસ કરી રહી છે.
'ગઈકાલે રાત્રે આઠ વાગ્યે આસપાસ સુરજ ગણપતિના મંડપમાં આરતી માટે ઉભો હતો. ત્યારે જ મંડપમાં સજાવામાં આવેલ લાઇટિંગના વાયરમાંથી પસાર થતાં હાઈ વોલ્ટેજનો વાયર સુરજને લાગી જતા તે અચાનક જ બૂમો પડી ઢળી પડ્યો હતો. અમે તાત્કાલિક લાઇટિંગ બંધ કરી સુરજને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઇ ગયા હતા જ્યાં ફરજ પરના ડોક્ટરે જોઈ તપાસી સૂરજને મૃત જાહેર કર્યો હતો. જોકે અમે ત્યારબાદ બહાર નીકળતા ત્યાં પોલીસ આવી પહોંચી હતી. તેઓએ સુરજને લઇ સિવિલ હોસ્પિટલ મોકલી આપ્યો હતો.' - સંજય, મૃતક સુરજના પિતા
પરિવારમાં શોક: વધુમાં જણાવ્યું કે, હું સીટીપી કંપનીમાં સિક્યુરિટીનું કામ કરી પરિવારનું ગુજરાન ચલાવું છું. ત્યારે સૂરજની માતા આશા સાડીમાં ફોલ લગાવી પરિવારને આર્થિક મદદરૂપ થાય છે. અમારે બે સંતાનો છે. જેમાં સુરજ મોટો છોકરો હતો. સુરજના મોતથી માતા શોકમાં છે. સૂરજ કનકપુર હાઈસ્કૂલમાં ધોરણ-5માં અભ્યાસ કરતા હતો. તેની સાથે તેનો નાનો ભાઈ અમર પણ ધોરણ 3માં અભ્યાસ કરે છે.
- Ganesh Utsav 2023: જૂનાગઢના સાળુખે પરિવાર દ્વારા મરાઠી પરંપરા અનુસાર ગણપતિનું સ્થાપન
- Ganesh Mahotsav 2023: સુરતમાં 'લાલબાગ કા રાજા' અને 'દગડુ શેઠ' ગણેશજી માટે સોનાના ગુલાબના હાર બનાવાયા