250 લાકડાના ટુકડાઓને એસેમ્બલ કરી બનાવી ઇકો ફ્રેન્ડલી ઘડિયાળ સુરત:શહેરના વરાછા વિસ્તરણમાં રહેતા પરેશ ભાઈએ 250 જેટલા અલગ અલગ લાકડામાંથી એક અનોખી ઘડિયાળ બનાવી છે. પેઇન્ટિંગનું કામ કરીને ગુજરાન ચલાવતા પરેશ ભાઈએ બનાવેલી આ ઘડિયાળ ઇકો ફ્રેન્ડલી છે. સંપૂર્ણ ઘડિયાળ લાકડાના વેસ્ટના ભુકામાંથી તૈયાર કરવામાં આવી છે. આ વેસ્ટ જે ફેંકી દેવામાં આવતું હોય છે તેને રિસાયકલ કરીને લાકડામાં પરિવર્તિત કરી આ ઘડિયાળ તૈયાર કરવામાં આવી છે.
ઘડિયાળની ખાસિયત:આ ઘડિયાળની ખાસિયતની વાત કરવામાં આવે તો ઘડિયાળને એસેમ્બલ કરવી ખુબ કઠિન છે. 250 જેટલા લાકડાના પાર્ટ્સ જોઈન્ટ કરીને આ ઘડિયાળ બનાવવામાં આવી છે. ઘડિયાળ માત્ર સમય જ નથી બતાવતી આ ઘડિયાળ તમને મહિના અને વર્ષની પણ જાણકારી આપે છે. આ ઘડિયાળ દેખાવમાં પણ ખુબ સુંદર દેખાઈ છે. ઘડિયાળ જોઈને લાગે છે કે આ કારીગરી કોઈ વિદેશી કંપનીએ બનાવી છે.
'હું નવ ધોરણ સુધી ભણ્યો છું. ઘડિયાળની ખાસિયત છે કે આ તારીખ મહિના અને વર્ષ બતાવે છે. અગાઉ હું પેઇન્ટિંગનું કામ કરતો હતો. હું આર્ટિસ્ટ હતો પરંતુ કોઈ ખાસ કામગીરી મળતી ન હતી. લોકો વધારે આર્ટિસ્ટની કદર કરતા નથી. આ સ્થિતિને જોતા ટેકનોલોજીનો પણ ઉપયોગ કરીને કંઈક આકર્ષક વસ્તુ બનાવું તેવો વિચાર આવ્યો હતો.' -પરેશ પટેલ, ઘડિયાળ બનાવનાર
ઘડિયાળની કિંમત:પરેશભાઈ સુરત શહેરના મોટા વરાછા વિસ્તાર ખાતે માતા-પિતા, પત્ની અને પુત્ર સાથે રહે છે. તેઓ આ ખાસ ઘડિયાળ ઓર્ડર પ્રમાણે બનાવે છે. લાકડાના વેસ્ટેજ ભુકામાંથી એક ખાસ લાકડા તૈયાર કરવામાં આવે છે અને તેની ઉપર ડિઝાઇન આપવામાં આવે છે. ડિઝાઇન આપવા બાદ તેને લેઝર મશીન થી કાપવામાં આવે છે અને તમામ અઢીસો પાર્ટ હાથથી જોડવામાં આવે છે. ઘડિયાળની કિંમત 3000 સુધીની તેમજ તેથી વધુંની પણ છે.
- Junagadh News: પૌરાણિક સિક્કાઓનું સંગ્રહાલય શરૂ, નાણું એક આખા યુગની યાદ અપાવશે
- Ahmedabad News : બસંરીચાહકનો અનહદ શોખ, 7 લાખ રુપિયાની વિદેશી બંસરી પણ વસાવી