- અવાર નવાર કોસાડીથી પકડાઈ છે ગૌમાંસ
- જિલ્લા પોલીસે 80 કિલો ગૌમાંસ કર્યું કબ્જે
- ગુનામાં સંડોવાયેલ 2 આરોપીને કર્યા વોન્ટેડ જાહેર
સુરત: માંગરોળ તાલુકાના કોસાડી ખાતેથી વધુ એકવાર ગૌમાંસ મળ્યાની ઘટના બની છે. સુરત જિલ્લા SOGની ટીમને ખાનગી રાહે બાતમી મળી હતી કે કોસાડી ગામે 42 ગાલા ફળિયાની પાછળ કીમ નદીના તટ પર ખુલ્લે આમ ગૌ વંશ કપાઈ રહ્યા છે. આથી, ચોક્કસ બાતમીના આધારે જિલ્લા SOG ટીમ અને માંગરોળ પોલીસે સંયુક્ત રેડ કરતા જગ્યા પરથી 80 કિલો ગૌમાસ, તેમજ નાના મોટા છરા મળી 8650નો મુદ્દામાલ કબ્જે કરી લીધો હતો. આ ગુનામાં કોણ સંડોવાયેલા છે તેની તપાસ કરતા એમલ અહમદ જીભા અને એક અજાણ્યા શખ્સની સંડોવણી બહાર આવતા પોલીસે બન્નેને વોન્ટેડ જાહેર કર્યા હતા. પોલીસે તેઓ વિરુદ્ધ પશુ સંરક્ષણની કલમ તેમજ પશુ સુધારણા કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
આ પણ વાંચો:ગુજરાતમાં છેલ્લા 2 વર્ષમાં કુલ 1,00,490 કિલો ગૌમાંસ પકડાયું