ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરતમાં પાંચ દિવસમાં 782 પોઝિટિવ કેસ, 25 મોત, રોજ 500 ટેસ્ટિંગ - Surat Municipal Commissioner Banchhanidhi Pani

છેલ્લા પાંચ દિવસમાં સુરતમાં જે કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા સામે આવી છે તે ભયભીત કરનાર છે. કારણ કે, છેલ્લા પાંચ દિવસમાં સુરત અને જિલ્લામાં 782 પોઝિટિવ કેસો નોંધાયા છે અને આ પાંચ દિવસ દરમિયાન 25 કોરોના પોઝિટિવ દર્દીઓના મોત થયા છે. સુરત મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીના જણાવ્યા મુજબ સુરતની વસ્તી પ્રમાણે દર એક લાખ સામે ચાર હજાર લોકોનું ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે.

surat
સુરત

By

Published : Jun 25, 2020, 2:35 PM IST

સુરત : અનલોક 1 બાદ શહેરમાં ઉદ્યોગો અને વેપાર શરૂ થતા કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. સુરત શહેર અને જિલ્લામાં અત્યાર સુધી 4078 કોરોના પોઝિટિવ દર્દી નોંધાયા છે. જેમાંથી 2555 દર્દીઓ સાજા પણ થઇ ગયા છે. અત્યાર સુધી 153 કોરોના પોઝિટિવ દર્દીઓના મોત થયા છે .

સુરતમાં પાંચ દિવસમાં 782 પોઝિટિવ કેસ, 25 મોત

છેલ્લા પાંચ દિવસની વાત કરવામાં આવે તો 20 જૂનના રોજ 117 કોરોના પોઝિટિવ કેસ અને 04 દર્દીઓના મોત, 21 જૂનના રોજ 172 કોરોના પોઝિટિવ કેસ અને 05 દર્દીઓના મોત, 22 જુનના રોજ 133 કોરોના પોઝિટિવ કેસ અને 06 દર્દીઓના મોત, 23 જૂનના રોજ 178 કોરોના પોઝિટિવ કેસ અને 04 દર્દીઓના મોત તેમજ 24 જૂનના રોજ 182 કોરોના પોઝિટિવ કેસ અને 06 દર્દીઓના મોત નીપજ્યાં છે. છેલ્લા પાંચ દિવસમાં જે આંકડાઓ સામે આવ્યા છે. તેનાથી ચોક્કસ તંત્રને શહેરીજનોની ચિંતા વધી ગઈ છે.

સુરત મ્યુનિસિપલ કમિશ્નર બંછાનિધી પાનીએ જણાવ્યું હતું કે, સુરત સિવિલ અને સ્મીમેર હોસ્પિટલ સહિત 4 ખાનગી લેબમાં ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. 1 લાખ વસ્તી સામે 4000 ટેસ્ટિંગ સરેરાશ કરવામાં આવી રહ્યા છે. દરરોજ 500 કોરોના ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યા છે. જેથી દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે.

ABOUT THE AUTHOR

...view details