- બારડોલી, કામરેજ અને હરિપુરા ખાતે યોજાશે કાર્યક્રમો
- ૨૮મી માર્ચથી 3 એપ્રિલ દરમિયાન સુરત શહેર-જિલ્લામાં દાંડી-યાત્રા પરિભ્રમણ કરશે
- વડાપ્રધાન ૧રમી માર્ચે સાબરમતી આશ્રમથી દાંડીયાત્રાને પ્રસ્થાન કરાવશે
- ૮૧ પદયાત્રીઓની સાબરમતી આશ્રમથી દાંડી સુધીની ૩૮૬ કિ.મિ.ની દાંડીયાત્રા યોજશે
- પદયાત્રા દરમ્યાન રાજ્ય પ્રધાનમંડળના પ્રધાનો, સાંસદો-ધારાસભ્યો, પદાધિકારીઓ, અગ્રણીઓ યાત્રામાં જોડાશે
બારડોલી: ભારતની આઝાદી માટે અનેક વિરલાઓએ બલિદાનો આપ્યા છે. જેના ૭૫ વર્ષની ઉજવણીને યાદગાર બનાવવા માટે દેશની સ્વતંત્રતાની ભૂમિકામાં મહત્વનું યોગદાન આપનાર બારડોલી તાલુકા મથકે રાષ્ટ્રપ્રેમ-જનચેતના સભર કાર્યક્રમ યોજાશે. મહાત્મા ગાંધીનો બારડોલી સાથે અનોખો નાતો રહ્યો છે. સરદાર વલ્લભભાઈની આગેવાની હેઠળ ખેડૂતોએ કર વધારા સામે આંદોલન છેડીને ખેડુતોને અન્યાયી વેરામાંથી મુકિત અપાવી હતી. જયારે સુભાષચંદ્ર બોઝે હરિપુરા ખાતે કોગ્રેસના અધિવેશન દ્વારા આઝાદીના જંગમાં પ્રજાજનોમાં નવા જોમનો સંચાર કર્યો હતો.
સાબરમતી આશ્રમના મુખ્ય કાર્યક્રમનું વર્ચ્યુઅલ પ્રસારણ થશે
વડાપ્રધાનની ઉપસ્થિતીમાં યોજાનારા સાબરમતી આશ્રમના કાર્યક્રમનું વર્ચ્યુઅલ પ્રસારણ ત્રણેય સ્થળના કાર્યક્રમોમાં કરવામાં આવશે. બારડોલી, હરિપુરા અને કામરેજ ખાતે કાર્યક્રમ યોજાશે. આ માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.
1930ની દાંડી યાત્રા 81 પદયાત્રીઓ ફરી દોહરાવશે
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ સાબરમતી આશ્રમથી તા.૧રમી માર્ચે ૧૯૩૦ના યોજેલી દાંડીયાત્રાની સ્મૃતિને વર્તમાન સમયમાં ઊજાગર કરતાં ૮૧ પદયાત્રીઓની સાબરમતી આશ્રમથી દાંડી સુધીની ૩૮૬ કિ.મિ.ની દાંડીયાત્રા યોજશે. દેશની આઝાદી માટે બલિદાન આપનારા સ્વાતંત્ર્ય વીરો સાથોસાથ રાષ્ટ્રની પ્રગતિ-વિકાસમાં યોગદાન આપનારા વ્યક્તિત્વોના વારસાને તેમની સ્મૃતિ સાથે આગળ ધપાવવાના હેતુથી આ યાત્રા સાબરમતિથી દાંડી પરિભ્રમણ કરશે.
આ પણ વાંચોઃદાંડી યાત્રાનું 91મું વર્ષઃ વડાપ્રધાન મોદી 12 માર્ચે 21 દિવસીય દાંડીયાત્રાનો પ્રારંભ કરાવશે