સુરતઃ દિવ્યાંગ વૃદ્ધની આ હિંમત અને જુસ્સો યુવાનો માટે પણ એક મિશાલ છે. તેમનું નામ હરેન્દ્ર ઝવેરી છે. ઉંમર 75 વર્ષ છે. લોકડાઉનમાં હાર્ટ અટેક આવતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પરંતુ તેઓ હોસ્પિટલના ICU માં રહી માનસિક તણાવ દૂર કરવા માટે ઓનલાઈન સંગીત સ્પર્ધામાં ભાગ લીધો હતો. તેમણે ‘તારી આંખનો અફીણી’ ગીત ગાઈ સ્પર્ધકોનો જુસ્સો વધાર્યો હતો.
75 વર્ષીય વૃદ્ધે ICUમાં રહી માનસિક તણાવ દૂર કરવા ઓનલાઈન સંગીત સ્પર્ધામાં ભાગ લીધો - લોકડાઉનમાં હાર્ટ અટેક
હાર્ટ અટેક આવ્યો હોય અને ICUમાં દર્દી દાખલ હોય તો શું મેડિકલ ઉપકરણોના અવાજ વચ્ચે કોઈ સંગીત સ્પર્ધામાં ભાગ લઈ શકે ? આવી પરિસ્થિતિ જ્યાં હૃદયના ધબકારા ઉપર નીચે થતા હોય ત્યારે સંગીતના સુરોને તાલબદ્ધ રીતે રજૂ કરી શકાય? જવાબ કદાચ ના હોય પરંતુ સુરતના 75 વર્ષીય હરેન્દ્ર ઝવેરીએ આ હિંમત કરી બતાવી છે.

દિવ્યાંગ હોવાના કારણે તેઓ છેલ્લા 12 વર્ષથી ઘરે જ રહે છે. આ વચ્ચે એક ગ્રૂપ સાથે જોડાયા હતા. જ્યાં સંગીત પ્રેમીઓ સંગીત શીખી રહ્યા હતા. આ ગ્રુપમાં 45 વર્ષની ઉપરના 65 લોકો તાલીમ લઈ રહ્યાં છે. જેમાં 45 વર્ષથી ઉપરના 40 સુરતના લોકો છે. પરંતુ લોકડાઉન જાહેર થતા તમામને વોટ્સએપ દ્વારા સંગીતની તાલિમ અપાઈ રહી હતી. આ ગ્રુપમાં હરેન્દ્ર ઝવેરી પણ સંગીતની તાલીમ મેળવી રહ્યા હતાં.
લોકડાઉન વચ્ચે એક દિવસ તેમને હાર્ટ અટેક આવ્યો અને હોસ્પિટલના ICU ના બિછાને પડી તેઓએ એવુ મનોબળ બતાવ્યું કે, જે કદાચ એક યુવાન પણ ન કરી શકે. સંગીત પ્રત્યે ખુબ જ રુચિ હોવાથી ICUમાંથી ભાગ લીધો હતો.