- સુરતના આંગણે સામુહિક દિક્ષાનો ઉત્સવ
- સાકર અર્પણ કરીને કોઈપણ વ્યક્તિ દીક્ષાર્થીઓને અંતિમ વાયણા કરાવી શકશે
- 4 લાખ સ્કવેર ફિટમાં અઘ્યાત્મ નગરીનું નિર્માણ અંદાજે 50,000 લોકો દીક્ષા નિહાળશે
સુરત : કંકોતરી લખાઇ ચુકી છે. ગામે ગામ, શહેર અને દેશભરમાં નિમંત્રણ પાઠવાઈ રહ્યા છે.સુરત સજ્જ થઈ ચૂક્યું છે, ત્યાગધર્મનો એક નવો આયામ રચવા માટે લોકોમાં પણ હવે ઇન્તેઝારી વધી રહી છે. સુરતમાં(Surat) 25 થી 29 નવેમ્બર દરમ્યાન થનારા આ 74 સામુહિક દીક્ષા ઉત્સવ (Diksha Utsav)માટે હાલ વેસુ બલ્લર હાઉસ( Vesu Buller House)ખાતે નિર્મિત અધ્યાત્મ નગરી,જ્યાં સણવાલ ના સંઘવી પરિવાર (Sanghvi family)લાભાન્વિત ભવ્ય ઉપધાન ચાલી રહ્યાં છે તેજ નગરીમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે.
દીક્ષા મસામહોત્સવની તૈયારીઓને આખરી ઓપ
શ્રી શાંતિકનક શ્રમણોપાસક ટ્રસ્ટ (Shantikanak Shramanopasak Trust)અધ્યાત્મ પરિવાર દ્વારા આયોજિત તથા સૂરિરામચન્દ્ર તથા સૂરિશાન્તિચન્દ્ર સમુદાયવર્તી સૂરિ ભગવંતો, આદિ વિશાળ શ્રમણ-શ્રમણીવૃંદની નિસ્તારક નિશ્રામાં થનારા આ સિંહસત્વોત્સવમાં, ઉપકારી મહાપુરુષોના પ્રતાપે તથા દીક્ષાધર્મ ના મહાનાયક ,સૂરિ શાંતિ-જિન-સંયમ કૃપાપ્રાપ્ત જૈનાચાર્ય યોગતિલક સૂરીશ્વરજી મહારાજાની વૈરાગ્ય નીતરતી વાણીના પ્રભાવે થનારી 74 સામૂહિક દીક્ષા મસામહોત્સવની તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે.
દોઢ મહિનાથી તૈયારીઓ માટે 55 જેટલી વિવિધ કમિટી બનાવાઈ
4 લાખ સ્કવેર ફીટના વેસુના બલર હાઉસમાં આધ્યાત્મીક નગરીનું નિર્માણ થયું છે. જેમાં 1.10 લાખ સ્કવેર ફિટમાં દિક્ષાનો મંડપ બનશે. 50,000 લોકોની બેસાડીને સાધર્મિકભક્તિ થઈ શકે તેવી એક, બીજી નગરી બની રહી છે. છેલ્લા દોઢ મહિનાથી તૈયારીઓ ચાલી રહી છે જે માટે 55 જેટલી વિવિધ કમિટી બનાવાઈ છે અને 500 જેટલા અધ્યાત્મ પરિવારના કાર્યકર્તાઓ કામે લાગ્યા છે. દેશ વિદેશથી ઉત્સવના સાક્ષી બનવા આવી રહેલા શ્રાવકો માટે ઉતારાની વ્યવસ્થા કરાઈ છે.
અંદાજીત 15 થી 20 હજાર લોકો સાકર અર્પણ કરશે
દિક્ષાર્થીઓનાં સાર્થવાહ જૈનાચાર્યશ્રી યોગતિલકસૂરીજી મહારાજા નું આ મહામહોત્સવ અંગે અતિસૂક્ષ્મ શાસ્ત્રીય માર્ગદર્શન મેળવાયુ છે. દિક્ષાર્થીઓનાં અંતિમ વાયણામાં દિક્ષાર્થીઓ લોકો દ્વારા આપવામાં આવેલી સાકરનું પાણીથી અંતિમ વાયણા કરશે. પરિવાર સિવાય મોટાભાગે આ લાભ કોઈને મળતો નથી પણ સુરતમાં પહેલીવાર અન્ય લોકોને પણ આ રીતે દિક્ષાર્થીઓને વાયણું કરાવવાનો લાભ મળશે. તા-25 મી નવેમ્બરથી ત્રણ દિવસ સાકર સ્વીકારવામાં આવશે અને સાકર આપનારને સ્મૃતિભેટ અપાશે. અંદાજીત 15 થી 20 હજાર લોકો સાકર અર્પણ કરશે એવી સંભાવના છે. 10 હજાર ઘરોમાં જરૂરિયાતમંદોને અનુકંપા કિટનું વિતરણ કરાશે.
74 સિંહસત્વધરો સર્વસંગનો ત્યાગ કરશે
સુરતના બાળકોને,બાળસંસ્કરણ હેઠળ નિયમાવલી આપવામાં આવશે અને આ રીતે આરાધના કરનારા દરેક બાળકોનું બહુમાન કરાશે. ઉત્સવના છેલ્લા બે દિવસ ફ્રી બસ સેવાનો લાભ આપવામાં આવશે.ઉત્સવથી વંચિત ન રહી જાય એ હેતુથી આ આયોજન કરાયું છે. નોંધનીય છે કે પ્રભુવીર દીક્ષા કલ્યાણક કારતક વદ 10 ,29 નવેમ્બરે.74 સિંહસત્વધરો સર્વસંગનો ત્યાગ કરશે.