સુરત: આજે 17 મી સપ્ટેમ્બરે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 70મો જન્મદિવસ છે. દેશભરમાં ખાસ ઉજવણી થઈ રહી છે. ત્યારે ગુજરાતના સુરત શહેરની જાણીતી બેકરી બ્રેડલાઇનર દ્વારા નરેન્દ્ર મોદીના જન્મદિવસની અલગ રીતે ઉજવણી કરવામાં આવી હતી. નરેન્દ્ર મોદીના 70માં જન્મદિવસ નિમિત્તે દક્ષિણ ગુજરાતની પ્રતિષ્ઠિત બ્રેડલાઇનર બેકરીએ 711 કિલોની 71 ફુટ લાંબી કેક ફોર કોરોના વોરિયર્સ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેને સમાજના 7 કોરોના વોરિયર્સ દ્વારા કાપવામાં આવી હતી.
PM મોદી જન્મદિવસ: સુરતમાં 711 કિલોની 71 ફુટ લાંબી કેક કોરોના વોરિયર્સ દ્વારા કાપવામાં આવી - દક્ષિણ ગુજરાતની પ્રતિષ્ઠિત બ્રેડલાઇનર બેકરી
આજે 17 મી સપ્ટેમ્બરે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 70મો જન્મદિવસ છે. દેશભરમાં ખાસ ઉજવણી થઈ રહી છે. ત્યારે ગુજરાતના સુરત શહેરની જાણીતી બેકરી બ્રેડલાઇનર દ્વારા નરેન્દ્ર મોદીના જન્મદિવસની અલગ રીતે ઉજવણી કરવામાં આવી હતી. નરેન્દ્ર મોદીના 70માં જન્મદિવસ નિમિત્તે દક્ષિણ ગુજરાતની પ્રતિષ્ઠિત બ્રેડલાઇનર બેકરીએ 711 કિલોની 71 ફુટ લાંબી કેક ફોર કોરોના વોરિયર્સ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેને સમાજના 7 કોરોના વોરિયર્સ દ્વારા કાપવામાં આવી હતી.
આ કાર્યક્રમ કોરોના કાળમાં હોવાથી અન્ય લોકો ડિજિટલ માધ્યમથી જોડાયા હતા. જ્યારે આજે સાંજે 711 કોરોના વોરિયર્સ ડિજિટલ કટીંગ કરશે અને વર્લ્ડ રેકોર્ડ સર્જાશે. આ વર્લ્ડ રેકોર્ડ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ, લિમ્કા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ અને ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાશે. બ્રેડલાઈનર પોતાની સામાજિક જવાબદારીના ભાગરૂપે અને નરેન્દ્ર મોદીના ઉદ્દેશ્ય અને લોકો સુધી પહોંચાડવા માટે કેક ફોર કોરોના વોરિયર્સ કાર્યક્રમનું આયોજન કર્યું છે. આ કાર્યક્રમ બાદ કોરોના વોરિયર્સને સુરત, વાપી, વલસાડ, બારડોલી, વ્યારા, વડોદરા, ભરૂચ, અંકલેશ્વરમાં આવેલા બ્રેડલાઈનરના આઉટલેટમાંથી 500 ગ્રામની કેક આપવામાં આવશે.