ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરત ગ્રામ્યમાં આજે મંગળવારે 6247 લોકોએ લીધી કોરાના રસી - Surat News

સુરત ગ્રામ્યમાં આજે મંગળવારે આરોગ્ય વિભાગ દ્વારા 6247 લોકોને કોરાના રસી મૂકવામાં આવી હતી. જેમાં 18થી44 વર્ષના 5075 લોકોએ રસીનો પહેલો ડોઝ લીધો હતો. જ્યારે 60 વર્ષથી ઉપરના 150 લોકોએ રસી લીધી હતી.

Gujarat News
Gujarat News

By

Published : Jun 8, 2021, 8:00 PM IST

  • આજે મંગળવારે વધુ 6247 લોકોએ કોરાના રસી લીધી
  • 18થી 44 વર્ષના 5075 લોકોએ કોરાના રસી લીધી
  • 60 વર્ષથી ઉપરના 150 લોકોએ રસી લીધી

સુરત : આરોગ્ય વિભાગ દ્વારા આજે મંગળવારે સુરત ગ્રામ્યમાં 6247વ્યક્તિઓને કોરાના રસી આપવામાં આવી હતી. જેમાં 1 હેલ્થવર્કરે ફર્સ્ટ ડોઝ લીધો હતો. 12 ફ્રન્ટલાઈન વર્કરોએ પહેલો અને 2એ સેકેન્ડ ડોઝ લીધો હતો. 18થી 44 વર્ષના 5075 લોકોએ રસીનો પહેલો ડોઝ લીધો હતો. જ્યારે 45થી 59 ઉંમરના 761લોકોએ રસીનો પહેલો અને 246 લોકોએ બીજો ડોઝ લીધો હતો. 60વર્ષથી ઉપરના 120 લોકોએ રસીનો પહેલો અને 30 લોકોએ બીજો ડોઝ લીધો હતો.

આ પણ વાંચો : સુરત ગ્રામ્યમાં સોમવારે 6401 લોકોએ લીધી કોરાના રસી

બારડોલી તાલુકામા સૌથી વધુ લોકોએ કોરાના રસી લીધી

આજે મંગળવારે બારડોલી તાલુકામા 967 લોકોએ કોરાના રસી લીધી હતી. જ્યારે ચોર્યાસી-816, કામરેજ-804, પલસાણા-853, ઓલપાડ-918, બારડોલી-967, માંડવી-329, માંગરોળ-742, ઉમરપાડા-227, મહુવા-591 લોકોએ રસી લીધી હતી.

ABOUT THE AUTHOR

...view details