- સુરત ગ્રામ્યમાં કોરાના કેસમાં ઘટાડો
- ગ્રામ્યમાં સોમવારે 62 કેસ નોંધાયા
- મહુવા તાલુકામાં 1 દર્દીનું નોંધાયું મોત
સુરતઃ ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાના કેસમાં ઘટાડો થઈ રહ્યો છે જેથી આરોગ્ય વિભાગે રાહતનો શ્વાસ લીધો છે. સુરત ગ્રામ્યમાં આજે સોમવારે કોરાના વાઈરસના 62 પોઝિટિવ કેસ નોંધાયા હતા. જોકે, આજે કોરોનાના કારણે મહુવા તાલુકામા 1 દર્દીનું મોત થયું હતું. આ ઉપરાંત આજે સોમવારે વધુ 141 દર્દીઓ સ્વસ્થ થતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. હાલ ગ્રામ્યમાં 1377 દર્દીઓ હોસ્પિટલમાં કોરાનાની સારવાર હેઠળ છે.
આ પણ વાંચોઃ સુરત ગ્રામ્યમાં આજે રવિવારે કોરોનાના 58 પોઝિટિવ કેસ નોંધાયા