- સ્ટ્રોંગ રૂમ ખાતે EVM મશીનની સિલિંગ પ્રક્રિયા યોજાઇ
- ઉમેદવારોને સાથે રાખી EVM સીલ કરાયા
- BABS હાઈસ્કૂલ ખાતે બનાવવામાં આવેલા સ્ટ્રોંગ રૂમમાં મૂકવામાં આવ્યા EVM
સુરત : બારડોલી નગરપાલિકા સામાન્ય ચૂંટણીને લઈ વહીવટી તંત્ર સજ્જ થઈ ગયું છે. ગુરુવારના રોજ બારડોલીની BABS હાઈસ્કૂલ ખાતે આવેલા સ્ટ્રોંગ રૂમમાં ચૂંટણી અધિકારી અને હરીફ ઉમેદવારોની હાજરીમાં EVMસિલિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
28 ફેબ્રુઆરીના રોજ યોજાશે સ્થાનિક સ્વરાજની ચૂંટણી
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી 28મી ફેબ્રુઆરીના રોજ યોજાવાની છે. ઉમેદવારી ફોર્મ ભરવાથી લઈ પરત ખેંચવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આખરી યાદી જાહેર કરવામાં આવી હતી.
આખરી યાદી જાહેર થતા જ EVM તૈયાર કરાયા
આખરી યાદી જાહેર થતાં જ વહીવટી તંત્ર દ્વારા EVM સિલિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. EVMમાં મતદાન મથકદીઠ ઉમેદવારોના નામ અને ચિન્હ લગાવી તેને સીલ કરવામાં આવ્યાં હતાં. આ તમામ પ્રક્રિયા દરમિયાન ઉમેદવારોને હાજર રાખવામાં આવ્યાં હતાં.