ગુજરાત

gujarat

ETV Bharat / state

બારડોલીમાં એક જ દિવસમાં કોરોનાના 58 કેસો નોંધાયા

સુરત જિલ્લામાં કોરોનાનું સંક્રમણ અટકવાનું નામ નથી લઈ રહ્યું. રોજ કેસોની સંખ્યામાં વધારો થતો જોવા મળી રહ્યો છે. રવિવાર 4 એપ્રિલના રોજ એક જ દિવસમાં જિલ્લામાં 179 કેસો નોંધાયા છે. જિલ્લામાં હાલ કોરોનાના 1329 કેસો એક્ટિવ છે.

બારડોલીમાં એક જ દિવસમાં 58 કેસો નોંધાયા
બારડોલીમાં એક જ દિવસમાં 58 કેસો નોંધાયા

By

Published : Apr 5, 2021, 3:59 PM IST

  • જિલ્લામાં 1329 કેસ એક્ટિવ છે
  • 138 દર્દીઓને રવિવારે ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા
  • સતત વધી રહેલા સંક્રમણને લઈ લોકોમાં ચિંતા ઉભી થઇ છે


સુરત: જિલ્લા ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. જિલ્લામાં 4 એપ્રિલ રવિવારના રોજ વધુ 179 કોરોનાના કેસો નોંધાયા હતા. જે પૈકી બારડોલીમાં અધધ 58 કેસો સામે આવતા લોકોમાં ભયનો માહોલ ઉભો થતો જોવા મળ્યો હતો.

અત્યાર સુધી જિલ્લામાં 15590 કેસો નોંધાયા

છેલ્લા કેટલાક દિવસથી કોરોના સંક્રમણનો ફેલાવો તેજ ગતિએ વધી રહ્યો છે. સુરત શહેરની સાથે જિલ્લામાં પણ કોરોનાનું સંક્રમણ સતત ફેલાઈ રહ્યું છે. જિલ્લામાં અત્યાર સુધીમાં 15 હજાર 590 કેસો નોંધાય ચુક્યા છે. ચૂંટણી પછી બીજો વેવ ખૂબ જ ઝડપી ગતિએ ફેલાઇ રહ્યો છે.

આ પણ વાંચોઃકોરોના બેકાબૂ બનતા MPમાં ત્રીજા સપ્તાહનું લોકડાઉન જાહેર કરાયું

બારડોલીમાં સૌથી વધુ 58 કેસો નોંધાયા

4 એપ્રિલ રવિવારના રોજ એક જ દિવસમાં 179 કેસો સામે આવ્યા હતા. જેમાં સૌથી વધુ કેસો બારડોલીમાં 58 કેસ નોંધાયા હતા. બારડોલીમાં આંકડો સૌથી વધુ છે. સતત વધી રહેલા કેસોએ આરોગ્ય તંત્રની સાથે સાથે લોકોની પણ ચિંતા વધારી છે. જિલ્લામાં હાલ 1329 કેસો એક્ટિવ છે. જ્યારે રવિવારના રોજ 138 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચોઃડાંગ જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત, 7 પોઝિટિવ કેસો નોંધાયા


જિલ્લાના તાલુકાઓમાં રવિવારે નોંધાયેલા કેસો

ચોર્યાસીમાં 29 ,ઓલપાડમાં 1, કામરેજમાં 38, પલસાણામાં 32, બારડોલીમાં 58, મહુવામાં 5, માંડવીમાં 11, માંગરોળમાં 4 અને ઉમરપાડામાં 1 કેસ એમ કુલ મળીને 179 કેસની નોંધણી કરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details