ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરતમાં દેશની પ્રથમ મલ્ટીલેવલ પાર્કિંગમાં 548 બેડનું આઇસોલેશન વોર્ડ ઉભુ કરાયુ - મલ્ટીલેવલ પાર્કિંગ

દેશમાં પ્રથમવાર કોઇ મલ્ટીલેવલ પાર્કિંગ માં આઇસોલેશન વોર્ડ ઉભા કરવામાં આવ્યા હોય એવી ઘટના સુરતમાં થઈ છે. સુરતના સ્મીમેર હોસ્પિટલમાં આવેલ ચાર માળના મલ્ટીલેવલ પાર્કિંગ માં યુદ્ધના ધોરણે આઈસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવી રહ્યું છે. Covid19ને ધ્યાનમાં રાખી ચાર માળનો આ મલ્ટીલેવલ પાર્કિંગ હાલ એક મોટો Covid19 આઇશોલેશન વોર્ડ બદલાઈ ગયો છે.

પાર્કિંગમાં 548 બેડનું આઇસોલેશન વોર્ડ ઉભા કરવામાં આવ્યા
પાર્કિંગમાં 548 બેડનું આઇસોલેશન વોર્ડ ઉભા કરવામાં આવ્યા

By

Published : Apr 4, 2020, 1:52 PM IST

સુરત : ગુજરાત જ નહીં દેશમાં પ્રથમવાર કોઇ મલ્ટીલેવલ પાર્કિંગ બિલ્ડિંગને હોસ્પિટલમાં બદલવામાં આવ્યું છે. સુરતના સ્મીમેર હોસ્પિટલ ખાતે આવેલા મલ્ટીલેવલ પાર્કિંગને યુદ્ધના ધોરણે માત્ર 8 દિવસમાં Covid 19 વોર્ડમાં બદલી દેવામાં આવ્યા છે. 548 બેડનું આ આઇશોલેશન વોર્ડ ચાર માળનું છે. એક સમયે જ્યાં પાર્કિંગ થતુ હતુ, ત્યાં હાલ યુદ્ધના ધોરણે આઇશોલેશન વોર્ડ તૈયાર થઈ રહ્યું છે. જેમાં નર્સિંગ ઝોન તૈયાર કરાયું છે. મલ્ટીલેવલ પાર્કિંગ બિલ્ડિંગના હોવાના કારણે એમ્બ્યુલન્સ ચોથા માળ સુધી પણ જઈ શકશે. જેમાં વેન્ટિલેટર સહિત તમામ સુવિધા ઉપલબ્ધ રહેશે.

પાર્કિંગમાં 548 બેડનું આઇસોલેશન વોર્ડ ઉભા કરવામાં આવ્યા
સ્મીમેર હોસ્પિટલના મલ્ટીલેવલ પાર્કિંગમાં સૌ પ્રથમ મોટા આઇસોલેશન વોર્ડનું આયોજન છે. આ વોર્ડ માટે પાલિકા દ્વારા 115 વોર્ડ બોય, 50 આયા, 500 નર્સિંગ સ્ટાફની નિંમણૂક પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ગ્રાઉન્ડ ફ્લોર પર 132 પ્રથમ માળે 136 બેડ રહેશે. Covid 19 મહામારી રોગ સામે લડવા માટે સ્ટ્રક્ચરનો સદુપયોગ કેવી રીતે કરી શકાય તેમ સુરત મહાનગરપાલિકાએ દેશ માટે ઉત્તમ ઉદાહરણ રજૂ કર્યું છે.

ABOUT THE AUTHOR

...view details