ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરત ગ્રામ્યમાં બુધવારે 5365 લોકોએ કોરાના રસી લીધી - Corona Vaccination

સુરત ગ્રામ્યમાં આરોગ્ય વિભાગ દ્વારા બુધવારે વધુ 5365 લોકોને કોરાના રસી આપવામાં આવી હતી. 60 વર્ષથી ઉપરના 173 લોકોએ કોરાના રસી લીધી હતી. જ્યારે 18 થી 44 વર્ષના 4479 લોકોએ રસીનો પહેલો ડોઝ લીધો હતો.

સુરત ગ્રામ્યમાં બુધવારે 5365 લોકોએ કોરાના રસી લીધી
સુરત ગ્રામ્યમાં બુધવારે 5365 લોકોએ કોરાના રસી લીધી

By

Published : Jun 10, 2021, 7:28 PM IST

  • સુરત ગ્રામ્યમાં કોરોના રસીકરણ ચાલી રહ્યું છે પુરજોશમાં
  • ગ્રામ્યમાં બુધવારે 5365 લોકોએ કોરાના રસી લીધી
  • લોકોમાં રસી અંગેની ગેરસમજ થઈ રહી છે દુર

સુરતઃ ગ્રામ્યમાં હાલ લોકોમાં કોરાના રસીની ગેરસમજ ઓછી થઈ છે અને લોકો આરોગ્ય વિભાગને પણ હવે સાથ સહકાર આપી રહ્યા છે. આરોગ્ય કેન્દ્ર પર જઈ લોકો કોરાના રસી લઈ રહ્યા છે. ત્યારે ગુરૂવારે વધુ 5365 લોકોએ કોરાના રસી લીધી હતી. જેમાં 09 ફ્રન્ટલાઈન વર્કરે ફર્સ્ટ અને 23 લોકોએ સેકેન્ડ ડોઝ લીધો હતો. જ્યારે 18 થી 44 વર્ષના 4479 લોકોએ રસીનો પ્રથમ ડોઝ લીધો હતો. 45 થી 59 વર્ષના 584 લોકોએ રસીનો પ્રથમ અને 97 લોકોએ બીજો ડોઝ લીધો હતો. 60 વર્ષથી ઉપરના 143 લોકોએ રસીનો પ્રથમ અને 30 લોકોએ બીજો ડોઝ લીધો હતો.

આ પણ વાંચોઃ સુરત ગ્રામ્યમાં ગુરૂવારે વધુ 2389 લોકોએ કોરાના રસી લીધી

સૌથી વધુ રસી બારડોલીના લોકોએ લીધી

સતત બીજા દિવસે સૌથી વધુ રસી બારડોલીના નગરજનોએ લીધી હતી. બારડોલીમાં 984 લોકોએ જ્યારે અન્ય તાલુકાની વાત કરીએ તો ચોર્યાસીમાં 800, કામરેજમાં 713, પલસાણામાં 801, ઓલપાડમાં 649, માંડવીમાં 351, માંગરોળમાં 299, ઉમરપાડામાં 248, મહુવામાં 520 લોકોએ રસી લીધી હતી.

ABOUT THE AUTHOR

...view details