ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરતથી ભારતના વીર સૈનિકોને 51 હજાર રાખડીઓ મોકલવામાં આવશે - સૈનિક

સુરત : દેશભરમાં રક્ષાબંધનનો પર્વ ૧૫મી ઓગસ્ટના રોજ મનાવવામાં આવશે. ત્યારે, સુરતના કતારગામ વિસ્તારમાં બે સંસ્થાઓ રક્ષાબંધનના પર્વને અનોખી રીતે ઉજવવા જઇ રહી છે. આ બંને સંસ્થાઓ રક્ષાબંધન પર ભારતના વીર સૈનિકોને ત્યાં 51 હજાર રાખડીઓ મોકલવાના છે.

રક્ષાબંધનનો પર્વ

By

Published : Aug 9, 2019, 3:13 PM IST

સુરતના વેડ રોડ વિસ્તારમાં લક્ષ્મીનારાયણ ચેરીટેબલ ટ્રસ્ટ અને જન ક્રાંતિ ગ્રુપના સંયુક્ત ઉપક્રમે દર વર્ષે સરહદ પર તૈનાત સૈનિકોને રાખડી મોકલવામાં આવે છે. આ વર્ષે પણ દેશના જવાનોને હજારોની સંખ્યામાં રાખડીઓ મોકલવામાં આવશે. જન ક્રાંતિ ગ્રુપના પ્રયાસથી વરાછા કતારગામની અનેક સોસાયટીઓ અને શાળાઓમાં જનજાગૃતિના પ્રયાસના કારણે આ વર્ષે સેનાના જવાનો માટે 51 હજાર રાખડીઓ તૈયાર કરવામાં આવી છે.

સૈનિકોને રાખડીઓ મોકલવામાં આવશે, ETV BHARAT

સંસ્થાના પ્રમુખ હરી પોટલિયા એ જણાવ્યું હતું કે, સીમા પર ફરજ નિભાવી રહેલા સૈનિકો દેશની સેવામાં પોતાનુ જીવન વ્યતિત કરી રહ્યા છે. દેશના લોકો જે સમયે ઉત્સવની ઉજવણી પરિવાર સાથે કરતા હોય છે. તે સમયે તેઓ સરહદ પર દેશની સુરક્ષા અને સેવા કરતા હોય છે.

સૈનિકોને રાખડીઓ મોકલવામાં આવશે, ETV BHARAT

વધુમાં જણાવ્યુ હતુ કે, અમારા જવાનો પરિવારથી હજારો કિલોમીટર દૂર હોય છે અને દેશની રક્ષા કરવા માટે હંમેશાં તત્પર હોય છે. દેશના જવાનો આખા દેશને પોતાનો પરિવાર સમજીને ફરજ બજાવે છે. તમામ જવાનોને અહેસાસ થાય કે દેશના લોકો તેમની સાથે છે. આ માટે અમે સુરતથી દર વર્ષે રાખડીઓ રક્ષાબંધનના પર્વ નિમિત્તે મોકલતા આવ્યા છે. સેના અને સામાન્ય લોકો વચ્ચે એક સેતુ બને તે માટે સંસ્થા હંમેશા વિચાર કરે છે.

સૈનિકોને રાખડીઓ મોકલવામાં આવશે, ETV BHARAT

ABOUT THE AUTHOR

...view details