4 મેં, 2018નાં રોજ સાંસદ દર્શના જરદોશ દ્વારા ડંક્કાઓવારા પર સફાઈ અભિયાન દરમિયાન JCB મશીન ચલાવ્યું હતું. JCB મશીન ચલાવવાનું લાઇસન્સ ન હોવા છતા મશીન ચલાવી સાંસદ દર્શના જરદોશ દ્વારા ટ્રાફિક નિયમનો ભંગ કરવામાં આવ્યો હતો. શહેરના જાગૃત મતદાતા એવા સંજય ઇઝાવા દ્વારા કરવામાં આવેલ ફરિયાદના અનુસંધાને સુરત ટ્રાફિક રીજીયન -૧ મદદનીશ પોલીસ કમિશ્નર કચેરી દ્વારા તપાસ કરવામાં આવી હતી. જે બાદ સાંસદ દર્શના જરદોશ ફક્ત ડ્રાઈવર સીટ પર બેસીને કામદારોનો ઉત્સાહ વધારવા માટે ફોટો પાડવામાં આવ્યો છે એવો જવાબ આપીને ફરિયાદને રફે દફે કરી દેવામાં આવી હતી.
મતદાતાની ફરિયાદથી સાંસદ દર્શના જરદોશને 500 રુપિયાનો દંડ ભરવો પડ્યો - JCB
સુરત: સાંસદ દર્શના જરદોશે સુજલામ સુફલામ જળ અભિયાન 2018માં પોતે JCB મશીન ચલાવ્યું હતું. જે તેઓ માટે એક પાઠ બની ગયો છે. એક જાગૃત મતદાતાનાં RTIનાં કારણે સાંસદ દર્શના જારદોશને JCB મશીન ચલાવ્યા બદલ 500 રૂપિયાનો દંડ ભરવો પડ્યો છે.
finepaid
પરંતુ 11 જૂન, 2018નાં ફરી સંજય ઇઝાવા દ્વારા સિટી પોલીસ કમિશ્નરને ફરિયાદ કરતા, પોલીસ કમિશ્નરનો આદેશાનુસાર ઇન્ચાર્જ મદદનીશ પોલીસ કમિશ્નર, ટ્રાફિક રીજીયન -1 દ્વારા 24 ઓગસ્ટ, 2018નાં સાંસદ દર્શના જરદોશ પાસેથી મોટર વ્હિકલ કલમ 181 મુજબ વિના લાઇસન્સે JCB ચલાવવા બદલ રૂ. 500/- નો દંડ વસૂલ કર્યો હતો. ત્યારપછી પણ અરજદારને કરેલી કાર્યવાહીની માહિતી નહિ આપતા RTIએ સમગ્ર મામલાની માહિતી માગવામાં આવી હતી.