ગુજરાત

gujarat

ETV Bharat / state

આયુર્વેદિક ઔષધિનો ઉપયોગ કરી દ્રાવણયુક્ત 50 હજાર માસ્કનું નિઃશુલ્ક વિતરણ કરાશે - Rakshak group

સુરતમાં કપૂર, લવિંગ, સૂંઠ અને અજમાના દ્રાવણયુક્ત કપડાથી સુરતમાં 50 હજાર વોશેબલ માસ્ક તૈયાર કરવામાં આવી રહ્યા છે. રક્ષક ગ્રુપ દ્વારા બનાવવામાં આવેલા 50 હજાર માસ્કનું નિઃશૂલ્ક વિતરણ કરાશે. આ ગ્રુપની મહિલા વિંગ સતત આ માસ્ક બનાવવા માટે મહેનત કરી રહી છે. જેથી આવા કપરા સમયમાં આ માસ્ક લોકો માટે ઉપયોગી બની રહે.

આયુર્વેદિક ઔષધિનો ઉપયોગ કરી  50 હજાર માસ્કનું નિઃશુલ્ક વિતરણ
આયુર્વેદિક ઔષધિનો ઉપયોગ કરી 50 હજાર માસ્કનું નિઃશુલ્ક વિતરણ

By

Published : Apr 22, 2021, 1:51 PM IST

  • સંસ્થા રક્ષક ગ્રુપ દ્વારા કોરોનાના ફેઝ 2માં પહેલ કરવામાં આવી
  • પરંપરાગત અને આયુર્વેદિક ઔષધિનો ઉપયોગ કરી દ્રાવ્યયુક્ત માસ્ક બનાયા
  • કપૂર, લવિંગ, સૂંઠ અને અજમાના દ્રાવણયુક્ત માસ્ક તૈયાર કરાયા

સુરત :શહેરમાં ભૂખ્યાને ભોજન આપતી સંસ્થા રક્ષક ગ્રુપ દ્વારા કોરોનાના ફેઝ 2માં પહેલ કરી છે. ભારતની પરંપરાગત અને આયુર્વેદિક ઔષધિનો ઉપયોગ કરી દ્રાવ્ય યુક્ત માસ્ક બનાવી રહ્યા છે. કપૂર, લવિંગ, સૂંઠ અને અજમાના દ્રાવણયુક્ત કપડાથી સુરતમાં 50 હજાર વોશેબલ માસ્ક તૈયાર કરવામાં આવી રહ્યા છે. આ 50,000 માસ્ક શહેરીજનોને નિ:શુલ્ક આપવામાં આવશે. આ વોશેબલ માસ્ક છે. જેથી સહેલાઈથી લોકો ઉપયોગ કરી શકશે.

આ પણ વાંચો : જૂનાગઢના સિનિયર કોર્પોરેટરે જાહેર માર્ગો પર કોરોના અંગે જન જાગૃતિ આવે તેવા સૂત્રો લખ્યા

ગરમ પાણીમાં તમામ વસ્તુ નાખી તેમાં કાપડ નાખવામાં આવે

રક્ષક ગ્રૂપ મહિલા વિંગ દ્વારા ભારે જહેમત પછી આ કાપડ તૈયાર કરી માસ્ક બનાવમાં આવી રહ્યું છે. ગરમ પાણીમાં તમામ વસ્તુ નાખી ત્યારબાદ તેમાં કાપડ નાખવામાં આવે છે અને સુકાઈ જાય ત્યારે તેમાંથી માસ્ક તૈયાર કરવામાં આવે છે. એક વાર વાપરીને ફેંકી દેવાના ડિસ્પોઝેબલ માસ્ક નથી.

આ પણ વાંચો : કોરોનાથી બચવા આણંદના રીક્ષાચાલકે પહેરી PPE કીટ, માસ્ક ન પહેરનારાઓ સામે બન્યા ઉદાહરણરૂપ

સૂરતમાં 23થી નિ:શુલ્ક વિતરણ કરાશેગ્રૂપના પ્રમુખ ગૌરવે જણાવ્યું હતું કે, સ્વાસ્થ્ય માત્ર જે આયુર્વેદમાં ઉપયોગી ઔષધિ છે. તેને પલાળ્યા બાદ માસ્ક બનાવવામાં આવી રહ્યા છે. સૂરતમાં 23થી નિ:શુલ્ક વિતરણ કરી કોરોના પોઝિટિવ દર્દીઓને જ નહિ પરંતુ પરિવાર દીઠ દરેકને 5-5 માસ્ક આપવામાં આવશે. આ દ્રાવણમાં માસ્ક બનાવવા માટેના અમારી ટીમે સુતારઉ કાપડને ભીંજવીને દ્રાવણનો રસ કપડામાં આપવામાં આવે છે.

ABOUT THE AUTHOR

...view details