ગુજરાત

gujarat

ETV Bharat / state

દિવાળીના દિવસે સુરતમાં કુલ એક જ દિવસમાં 50થી વધુ આગની ઘટના - દિવાળી 2022

દિવાળીના પર્વના ( Diwali in Surat ) દિવસોમાં ફટાકડા ફોડવાના કારણે આગની ઘટનાઓ બનતી હોય છે. સુરતમાં પણ આ કારણે આગના બનાવો ( Fire case in Surat Diwali day ) બન્યાં હતાં. દિવાળીની રીતે ફટાકડાથી આગ લાગવાના 50થી વધુ કિસ્સા ( 50 Fire incidents on Diwali 2022 ) નોંધાયાં હતાં.

દિવાળીના દિવસે સુરતમાં કુલ એક જ દિવસમાં 50થી વધુ આગની ઘટના
દિવાળીના દિવસે સુરતમાં કુલ એક જ દિવસમાં 50થી વધુ આગની ઘટના

By

Published : Oct 25, 2022, 8:13 PM IST

સુરત શહેરમાં દિવાળીના પર્વ ( Diwali in Surat ) ના દિવસે ઠેર ઠેર આગના બનાવ ( Fire case in Surat Diwali day )બન્યા છે. શહેરના અલગ અલગ વિસ્તારમાં કુલ એક જ દિવસમાં 50થી વધુ આગની ઘટના ( 50 Fire incidents on Diwali 2022 ) બની છે. ઘટનાની જાણ થતા ફાયરની ટીમ ઘટના સ્થળે દોડી આગ પર પાણીનો મારો ચલાવી કાબો મળ્યો હતો. મોટાભાગની આગની ઘટના ફટાકડા ફોડવાના કારણે બની હોવાનું સામે આવ્યું છે. આગની ઘટનામાં કોઈ જાનહાનિ કે મોટી દુર્ઘટના બની નથી.

સદભાગ્યે કોઇ જાનહાનિ નથી

સુરતમાં ક્યાં બન્યાં આગના બનાવ દિવાળી પર્વ ( Diwali in Surat ) ને લઈને ફટાકડા ફોડીને સુરતીઓ ધામધમકી વીજળી કરતા હોય છે. જ્યારે આ દિવાળીના પર્વને લઈને એક જ દિવસમાં 50થી વધુ આગની ઘટના બની હતી. શહેરના વેસુ, અડાજણ,કતારગામ,વરાછા,પાંડેસરા,સચિન સહિતના વિસ્તારોમાં આગનો બનાવ બન્યો હતો. વેસુ ખાતે આવેલ ઓફિરા એપાર્ટમેન્ટમાં ફટાકડાના તણખારાના કારણે ફ્લેટની બાલ્કનીમાં આગ લાગી હતી. આગ લાગતા બિલ્ડિંગમાં દોડધામ મચી ગઈ હતી. ઘટનાની જાણ થવાની સાથે ફાયર ટીમ ઘટનાસ્થળે દોડી આવી આગ પર પાણીનો મારો ચલાવી કાબૂ મેળવ્યો હતો. જ્યારે આગની ચેપટમાં ઘર સામગ્રીનો માલસામાન બનીને ખાસ થઈ ગયો હતો.

કોઈ જાનહાનિ કે કોઈ મોટી દુર્ઘટના બની ન હતી ફાયર વિભાગના અધિકારી નીલેશ એમ દવેએ જણાવ્યું હતું કે, શહેરના અલગ અલગ વિસ્તારોમાં કુલ 50 થી વધુ આગના બનાવ બન્યા હતાં. ઘટનામાં કોઈ જાનહાનિ કે કોઈ મોટી દુર્ઘટના બની ન હતી.

ABOUT THE AUTHOR

...view details