- સુરતના 5 ખેલાડીઓની વિજય હજારે વન ડે - ક્રિકેટ ટુર્નામેન્ટમાં પસંદગી
- 8 ડિસેમ્બરથી મુંબઈ ખાતે રમાડવામાં આવશે
- વિજય હજારે વન ડે - ક્રિકેટ ટુર્નામેન્ટ મુંબઈ ખાતે રમાડવામાં આવશે
સુરત: સુરતના 5 ખેલાડીઓની વિજય હજારે વન ડે- ક્રિકેટ ટુર્નામેન્ટમાં(Vijay Hazare ODI Cricket Tournament) ગુજરાતની ટીમમાં પસંદગી થઈ છે. BCCI દ્વારા આયોજિત વિજય હજારે વન ડે- ક્રિકેટ ટુર્નામેન્ટમાં પસંદગી કરવામાં આવી છે. આ ટુર્નામેન્ટમાં 8 ડિસેમ્બરથી મુંબઇના બ્રેબોર્ન સ્ટેડિયમ(Brabourne Stadium in Mumbai) BKC સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ થાણે મ્યુનિસિપલ કોર્પોરેશન મેદાનમાં(Vijay Hazare ODI Cricket Tournament Mumbai) રમાડવામાં આવશે.આ ટુર્નામેન્ટ સવારે 09.00 કાલે શરૂ કરવામાં આવશે.
પાંચ ખેલાડીઓની પસંદગી
BCCI દ્વારા 8 ડિસેમ્બરથી વિજય હજારે વન ડે - ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે. આ ટુર્નામેન્ટમાં ગુજરાતની ટીમમાં(vijay hazare trophy gujarat team) સુરતના પાંચ ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે.
- ભાર્ગવ મેરાઈ જેઓ મિડલ ઓર્ડર બેસ્ટમેન છે તેમજ તેમણે અત્યાર સુધીમાં 63 રણજી ટ્રોફી, 36 વનડે અને 6 ટી-20 રમી ચુક્યા છે.
- ચિરાગ ગાંધી જેઓ મિડલ ઓર્ડર બેસ્ટમેન છે. તેમણે અત્યાર સુધીમાં 26 રણજી ટ્રોફી, 36 વનડે તેમજ 60 ટી-20 રમી ચુક્યા છે.
- મેહુલ પટેલ જેઓ પેસ બોલર છે. તેમણે અત્યાર સુધીમાં 18 રણજી ટ્રોફી, 16 વનડે અને 16 ટી-20 રમી ચુક્યા છે.
- હાર્દિક પટેલ જેઓ લેફ્ટ આર્મ સ્પીનર છે. તેમણે અત્યાર સુધીમાં 17 રણજી ટ્રોફી, 30 વનડે તેમજ 38 ટી-૨૦ રમી ચુક્યા છે.
આ ચાર અનુભવી ખેલાડીઓ ગુજરાત ટીમ તરફથી અગાઉ રણજી ટ્રોફી, વિજય હજારે ટ્રોફી, તેમજ સૈયદ મુસ્તાક અલી ટી-20માં રમી ચૂકયા છે.