સુરત: હાલ સમગ્ર વિશ્વમાં ચાલી રહેલી કોરોના મહામારીને કારણે ધંધા-ઉદ્યોગને જોરદાર ફટકો પડ્યો છે અને એમાં પણ મજુરી કામ કરી રહેલા લોકોની હાલત વધુ કફોડી છે. ત્યારે સુરત નજીકના એના ગામની આદિવાસી મહિલાઓ પોતાની કળાનું પ્રદર્શન કરી ઘરેથી જ અનેક વસ્તુઓ બનાવવી આજીવિકા મેળવીને ઘરના મોભી તરીકે ફરજ બજાવી રહી છે.
સુરતના એના ગામની આદિવાસી મહિલાઓ પોતાની કલાનું પ્રદર્શન કરી રોજી મેળવે છે
એક મહિલાએ ધારે તે કરી શકે આ વાતને સુરતના એના ગામની આદિવાસી મહિલાઓએ સાર્થક કરી છે. લોકડાઉનના કપરા સમયથી અત્યાર સુધી પણ તેઓએ માસ્ક,રાખડી અને ગૃહ સુશોભનની અવનવી વસ્તુઓ બનાવીને આજીવિકા મેળવી ઘરના મોભી તરીકે ફરજ બજાવી છે. હાલમાં રક્ષાબંધન પર્વને લઇને અવનવી રાખડીઓ બનાવી તેઓ પોતાની કલાનું પ્રદર્શન પણ કરી રહ્યા છે.
સુરતના એના ગામની 40 જેટલી આદિવાસી મહિલાઓ ગૃહ સુશોભનની વસ્તુઓ ડાયરી, માસ્ક, રાખડી અને બેગ વગેરે બનાવીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહી છે. જેથી તેઓ પોતાની કળાનો વ્યાપક પ્રમાણમાં ઉપયોગ કરી રહી છે. આ મહિલાઓઘણા સમયથી નારીત્વ ગ્રુપમાં જોડાઈ છે. જેને કારણે તેમને જરૂરી સામાન તેમના ઘર સુધી પહોંચાડવા અને લેવામાં આવે છે.
હાલમાં આવી રહેલા રક્ષાબંધન પર્વને લઇને તેઓએ રાખડીઓ તૈયાર કરી છે. આ રાખડી બનાવતી વખતે સોશિયલ ડિસ્ટનસિંગ અને સેનિટાઈઝરનું પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવ્યું છે. જોકે તેઓની ઈચ્છા હાલ આ કપરા સમયમાં જીવનની રક્ષા કરી રહેલા ડોક્ટર, નર્સ અને પોલીસ અધિકારીઓને રાખડી બાંધવાની ઇચ્છા છે. ઘરના કામકાજની સાથે રોજના એકથી ત્રણ કલાક જેટલો સમયગાળો તેઓ રોજ આ પ્રકારની કામગીરીમાં નીકાળે છે.