ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજીનામું પાછુ ખેંચવા માટે માંગરોળમાં મહિલા શિક્ષિકા પાસે માંગવામાં આવ્યા 4 લાખ - Viral audio clip

સુરતના માંગરોળ તાલુકાના પાનસેરા ગામમાં એક શિક્ષિકા પાસેથી રાજીનામું પાછું ખેચવા માટે 4 લાખ માંગવામાં આવ્યા હતા. આ અંગે મહિલા શિક્ષકએ જીલ્લા શિક્ષણ સંઘના પ્રમુખ કિરીટ પટેલ પર આક્ષેપો કર્યા છે. કિરીટ પટેલે તમામ આક્ષેપો પાયા વિહોળા કહ્યા છે.

શિક્ષિકા
રાજીનામું પાછુ ખેંચવા માટે માંગરોળમાં મહિલા શિક્ષિકા પાસે માંગવામાં આવ્યા 4 લાખ

By

Published : Jul 1, 2021, 9:05 AM IST

  • માંગરોળમાં શિક્ષિકા પાસે રાજીનામું પાછુ ખેચવાના 4 લાખ માંગવામાં આવ્યા
  • જીલ્લા શિક્ષણ સંઘના પ્રમુખ કિરીટ પટેલ દ્વારા માંગવામાં આવ્યા પૈસા
  • તમામ આક્ષેપો પાયા વિહોળા છે : કિરીટ પટેલ

સુરત: જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં હાલ એક ઓડિયો કલીપ ખુબજ વાઈરલ થઇ છે. આ કલીપમાં સુરત જીલ્લા શિક્ષણ સંઘના પ્રમુખ કિરીટ પટેલ શિક્ષિકા પાસેથી કોઈ કારણસર પૈસા માંગી રહ્યા હોવાનું જણાઈ રહ્યું છે. શિક્ષિકાએ આ કારણે ખુબ જ હતાશ થઈ ગઈ હતી અને આત્મહત્યા કરવા સુધીના પ્રયાસ કર્યા હતો. આ સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે. આ અંગે કિરીટ પટેલે જણાવ્યું હતું કે મને બદનામ કરવાનું કાવતરુ ઘડવામાં આવ્યું છે.

રાજીનામું પરત ખેંચવાના 4 લાખ

માંગરોળ તાલુકાની પાનસરા ગામમા કલાવતી ગામીત નામના મહિલા ગામની શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા પણ કોઈક અંગત કારણોસર તેમને ફરજ પરથી રાજીનામું આપી દીધું હતું. પરંતુ થોડા જ સમયમાં ફરીથી કલાવતી રાજીનામું પરત ખેંચી ફરજ પર ફરીથી જોડવા માંગતા હતા. આ બાબતે કલાવતી પાસે થી 4 લાખ જેટલી રકમ માંગવામાં આવી હતી.

પૈસા ન આપતા માનસિક હેરાનગતિ

કલાવતીએ 4 લાખ પેકીના 1 લાખ રૂપિયા ચૂકવી દીધા હતા અને બાકીના પૈસા નહી આપતા કલાવતીને માનસિક રીતે ખુબજ હેરાન કરવામાં આવી રહી હતી. કલાવતીએ માનસિક ત્રાસને કારણે આત્મહત્યા કરવા સુધીના પ્રયાસ કર્યા હતા. કલીપમાં સાંળવામાં આવે છે કે કલાવતી પાસેથી પૈસા શિક્ષણ નિયામકના નામે માંગવામાં આવી રહ્યા છે. કલાવતીએ મીડિયાને જણાવ્યું હતું કે આ પૈસા જીલ્લા શિક્ષણ અધિકારી વતી કિરીટ પટેલ માંગી રહ્યા હતા.

રાજીનામું પાછુ ખેંચવા માટે માંગરોળમાં મહિલા શિક્ષિકા પાસે માંગવામાં આવ્યા 4 લાખ

મને બદનામ કરવાનું કાવતરું

વાયરલ થયેલી ઓડિયો કલીપ બાબતે ETV Bharat સાથેની વાતચીતમાં જિલ્લા શિક્ષક સંઘના પ્રમુખ કિરીટભાઈ પટેલએ જણાવ્યું હતું કે મારા પર જે આરોપ લગાવામાં આવ્યા છે એ ખોટા છે, આ ઓડિયો કલીપને એડિટ કરવામાં આવી છે અને ક્લિપ દ્વારા મને બદનામ કરવામાં આવી રહ્યો છે. ગુજરાત રાજ્યમાં અનેક સંઘો છે અને જેને લઈ મને વિરોધીઓ ટાર્ગેટ કરી રહ્યા છે .

તપાસ કરવામાં આવશે

આ બાબતે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ડૉ. દિપક દરજી એ જણાવ્યું હતું કે જે કાંઈ ઓડિયો કલીપ વાયરલ થઈ છે અને જે સુરત જિલ્લા શિક્ષકસંઘના પ્રમુખ પર શિક્ષિકા દ્વારા ગંભીર આરોપ લગાવામાં આવ્યા છે તે બાબતે યોગ્ય તપાસ બાદ જે પણ દોષી હશે તેના પર પગલાં ભરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details