ગુજરાત

gujarat

ETV Bharat / state

નંદુરબાર જિલ્લામાં 4 લાખ મરઘનો નાશ કરવામાં આવ્યો - Surat News

સુરત જિલ્લાની બોર્ડર નજીક આવેલા મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના નવાપુર તાલુકાના પોલ્ટ્રી ફાર્મમાં બર્ડ ફ્લૂના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ વહીવટીતંત્રે મરઘા નાશ કરવાનું શરૂ કર્યું હતું. અત્યાર સુધી 4 લાખ જેટલા મરઘના નાશ કરવામાં આવ્યા છે.

નંદુરબાર જિલ્લામાં 4 લાખ મરઘનો નાશ કરવામાં આવ્યો
નંદુરબાર જિલ્લામાં 4 લાખ મરઘનો નાશ કરવામાં આવ્યો

By

Published : Feb 9, 2021, 10:32 PM IST

  • નવાપુર તાલુકાના પોલ્ટ્રી ફાર્મમાં બર્ડ ફ્લૂના રિપોર્ટ પોઝિટિવ આવ્યા
  • વહીવટી તંત્ર દ્વારા મરઘાં નાશ કરવાનું શરૂ કરાયું
  • અત્યાર સુધી 4 લાખ જેટલા મરઘના નાશ કરવામાં આવ્યા

સુરતઃ જિલ્લાની બોર્ડર નજીક આવેલા મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના નવાપુર તાલુકાના પોલ્ટ્રી ફાર્મમાં બર્ડ ફ્લૂના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ વહીવટી તંત્રે મરઘાં નાશ કરવાનું શરૂ કર્યું હતું. અત્યાર સુધી 4 લાખ જેટલા મરઘના નાશ કરવામાં આવ્યા છે.

નંદુરબાર જિલ્લામાં બર્ડ ફ્લૂની એન્ટ્રી

નવાપુર તાલુકાના ચાર મરઘાં કેન્દ્રમાંથી મળેલા મરઘા બર્ડ ફ્લૂના સકારાત્મક અહેવાલોને કારણે 15 વર્ષ બાદ નંદુરબાર જિલ્લામાં બર્ડ ફ્લૂની એન્ટ્રી થઈ છે. જેથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી હતી. નવાપુર તાલુકામાં મરઘાંના અતિશય મૃત્યુને કારણે ગત સપ્તાહે આશરે ચાર મરઘાનાં ફાર્મનાં અહેવાલો ભોપાલને નિરીક્ષણ માટે મોકલવામાં આવ્યાં હતાં. રિપોર્ટ આવ્યા બાદ જિલ્લા કલેક્ટરે અહીં બર્ડ ફ્લૂના ઉપદ્રવના સમાચારની પુષ્ટિ કરી છે.

પીપીઇ કીટ પહેરીને મૃતક મરઘની દફનવિધિ કરવામાં આવી

વહીવટ તંત્ર દ્વારા લગભગ 4 લાખ મરઘાઓની કતલ કરવામાં આવ્યા છે. ખેતરની આજુબાજુમાં આવેલા અન્ય 12 મરઘાં ફાર્મની આશરે ચાર લાખ મરઘીઓને પણ જોખમમાં મૂકાયેલા વિસ્તારમાં સમાવવામાં આવી છે. એકલા નવાપુર તાલુકામાં 28 મરઘાંના કેન્દ્રોમાં સાડા નવ લાખ જેટલા મરઘાં છે. પીપીઇ કીટ પહેરીને મૃતક મરઘની દફનવિધિ કરવામાં આવી રહી છે.

100 જેટલી ટીમો નંદુરબાર આવી પહોંચી

જોકે, આ નિર્ણયથી મરઘાંના વ્યવસાયને મોટું નુકસાન થશે. સાવચેતીના પગલા તરીકે વહીવટી તંત્ર દ્વારા નવાપુર તાલુકામાં ઇંડા અને ચિકનના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો છે. નવાપુર તાલુકામાં મરઘીઓની સંખ્યા વધુ હોવાથી બે દિવસમાં પશુપાલન વિભાગની 100 જેટલી ટીમો નંદુરબાર આવી પહોંચી છે.

મરઘા પેદાશનો ગુજરાતમાં પ્રવેશ બંધી કરવામાં આવી

તાપી જિલ્લાની બોર્ડર નજીક આવેલા મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના નવાપુર તાલુકાના પોલ્ટ્રી ફાર્મનો બર્ડ ફ્લૂનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ વહીવટી તંત્રે મરઘાં નાશ કરવાનું શરૂ કર્યું હતું. ગુજરાતના મહારાષ્ટ્રિય સરહદી ક્ષેત્રમાં બર્ડ ફ્લૂને લઈને તાપી પ્રશાસન પણ સતર્ક થયું હતું. તાપી જિલ્લા કલેક્ટર આર. જે. હાલાણીએ જાહેરનામું બહાર પાડ્યું હતું. આ સાથે જ ઉચ્છલ તાલુકાના 10 કિલોમીટરની ત્રીજયામાં મરઘા પાલનની તમામ સાઘન સામગ્રી બહાર લાવવા લઇ જવા પર પ્રતિબંધ ફરમાવ્યો હતો. પોલટ્રી ફાર્મમાં કામ કરતા તમામ કર્મચારીઓએ રક્ષણાત્મક પહેરવેશ પહેરવાનો રહેશે. બહારથી કોઈ પણ પક્ષી લાવવામાં ન આવે તેવુ સૂચન કર્યું હતું. અસરગ્રસ્ત વિસ્તાર મહારાષ્ટ્રના નંદુરબાર તેમજ નવાપુર થઈ કોઈ પણ મરઘા પેદાશનો ગુજરાતમાં પ્રવેશ બંધી કરવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details