ગુજરાત

gujarat

ETV Bharat / state

SOGને મોટી સફળતા, 4 બોગસ તબીબની ધરપકડ - arrest

સુરત: જિલ્લામાં SOGએ મોટી સફળતા મળી છે. જિલ્લામાં SOG દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં ચાર જેટલા બોગસ તબીબને આ દોરડા દરમિયાન ઝડપી પાડવામાં આવ્યા છે. આ ચારેય તબીબ ડિગ્રી ન હોવા છતા પણ પ્રેક્ટિસ કરી રહ્યાં હતા. આ તમામને ઝડપી પાડીને જેલના સળિયા પાછળ ધકેલવામાં આવ્યા છે.

સ્પોટ ફોટો

By

Published : Feb 28, 2019, 7:56 PM IST

આજ રોજ જિલ્લા SOG દ્વારા ઓલપાડ તાલુકાના સાયણ વિસ્તારમાં દરોડા પાડવામાં આવ્યા હતા. જે દરમિયાન ચાર જેટલા બોગસ તબીબ ઝડપી પાડવામાં SOGને સફળતા મેળવી છે. આ ચારેય સાયણ તેમજ આજુબાજુના GIDC વિસ્તારમાં ડિગ્રી મેળવ્યા વિના જ પ્રેક્ટિસ કરી રહ્યાં હતા. જેની આજરોજ SOG દ્વારા અટકાયત કરવામાં આવી છે. આ તબીબમાં મોહમ્મદ અંસારી, દેવ કુમાર, રમેશ રાવત અને અગર પ્રસાદ પાસેથી 40 હજારની દવાઓ પણ મળી આવી છે.

હાલમાં પોલીસ દ્વારા આ તમામ બોગસ ડૉક્ટર વિરૂદ્ધ ગુજરાત મેડિકલ પ્રેક્ટિશનરની કલમ 1963નીી 30/31 મુજબ ગુન્હો નોંધીને તપાસ હાથ ધરવામાં આવી છે.

સ્પોટ ફોટો
Surat

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details