સુરત: રાજ્યના છ શહેરોમાં યોજાઈ રહેલી 36મી નેશનલ ગેમ્સ અંતર્ગત સુરતમાં તા.20 થી 24 સપ્ટેમ્બર સુધી ટેબલ ટેનિસ સ્પર્ધા તથા તા.1 થી 6 ઓક્ટોબર સુધી બેડમિન્ટન સ્પર્ધા યોજાનાર છે, જેની તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે.(36th National Games)
36મી નેશનલ ગેમ્સ અંતર્ગત સુરતમાં યોજાશે ટેબલ ટેનિસ તથા બેડમિન્ટન સ્પર્ધા - surat table tenis and badminton competition
ટેબલ ટેનિસ ઈવેન્ટ્સ અંગે મ્યુ.કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતુ કે, તા.20મીથી ટેબલ ટેનિસના આગાઝ સાથે સુરત નેશનલ ગેમ્સની સ્પોર્ટ્સ એક્શન શરૂ થશે.( surat table tenis and badminton competition) 20–24 સપ્ટેમ્બર દરમિયાન PDDU ઈન્ડોર સ્ટેડિયમ ખાતે ટેબલ ટેનિસની રમત શરૂ થશે.(36th National Games )
ગોલ્ડ જીતવા માટે સ્પર્ધા-બંછાનિધિ પાનીએ વધુમાં કહ્યું હતુ કે, સુરતવાસીઓ રાજ્યના 6 શહેરોમાં યોજાઈ રહેલી ૩૬ની નેશનલ ગેમ્સના ભાગરૂપે બે અલગ-અલગ સ્થળોએ 15થી વધુ ગોલ્ડ મેડલ માટે, ચાર સ્પોર્ટ્સ ડિસિપ્લિન્સના રમતવીરોની વિશ્વસ્તરની સાક્ષી બનશે. કુલ 85 ટેબલ ટેનિસ ખેલાડીઓ છે. જેમાં 43 મહિલા અને 42 પુરૂષ ખેલાડીઓ 7 ગોલ્ડ મેડલ માટે 5 દિવસ સુધી પોતાની આગવી રમત રમશે અને ગોલ્ડ જીતવા માટે સ્પર્ધા કરશે.
ટેબલટેનિસ રમવાની વધુ મજા આવશે: સુરત શહેરના ખેલાડી એવા હરમિત દેસાઈએ જણાવ્યું હતું કે, ઘર આંગણે હોમટાઉનમાં રમી રહ્યો છું, ત્યારે ટેબલટેનિસ રમવાની વધુ મજા આવશે. ગુજરાત સરકારે ત્રણ મહિના જેવા ટુંકા સમયગાળામાં આયોજન કર્યું છે, જે બદલ આનંદની લાગણી વ્યકત કરી હતી.