ગુજરાત

gujarat

ETV Bharat / state

ધનતેરસના તહેવાર અગાઉ જ પરિણીતાએ ગળે ફાસો ખાઈ ટૂંકાવ્યું જીવન - Woman Suicide near Singotari Mata temple

સુરત શહેરના હજીરા વિસ્તારમાં (Hazira area of Surat) આવેલા સિંગોતરી માતાના મંદિર પાસે 30 વર્ષીય પરિણીતાએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવતા (Woman Suicide near Singotari Mata temple) સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. આ ઘટનાની જાણ પોલીસને થતા જ પોલીસે આત્મહત્યાનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. મકાનના સીલીંગ જોડે દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી.

ધનતેરસના તહેવાર અગાઉ જ પરિણીતાએ ગળે ફાસો ખાઈ ટૂંકાવ્યું જીવન
ધનતેરસના તહેવાર અગાઉ જ પરિણીતાએ ગળે ફાસો ખાઈ ટૂંકાવ્યું જીવન

By

Published : Oct 22, 2022, 4:46 PM IST

સુરતશહેરના હજીરા વિસ્તારમાં (Surat Hazira area) આવેલા સિંગોતરી માતાના મંદિર (Singotari Mata Temple) પાસે આવેલા પાનાંબહેનના મકાનમાં ભાડેથી રહેતા 30 વર્ષીય આરતી રામધની વર્મા જેઓ ગત રાતે કોઈ કારણસર મકાનના સીલીંગ જોડે દુપટ્ટો બાંધી (Surat Suicide Case) ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. જો કે ઘટનાની જાણ હજીરા પોલીસને થતા જ ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરેલ છે. મારી દીકરીએ દરવાજો ખોલ્યો ત્યારે મેં જોયું કે, આરતી લટકતી જોવા મળી હતી.

આજુબાજુના લોકોના મદદથી પત્નીને નીચે ઉતારીઆ બાબતે મૃતક આરતીના પતિ રામધનીએ જણાવ્યું કે, ગઈકાલે રાતે હું કામ પરથી ઘરે આવ્યો ત્યારે ઘરનું દરવાજો ખખડાવ્યો અને મારી દીકરીએ દરવાજો ખોલ્યો ત્યારે મેં જોયું કે, આરતી લટકતી જોવા મળી હતી. એટલે મેં તાત્કાલિક આજુબાજુના લોકોના મદદથી આરતી નીચે ઉતારી તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે નવી સિવિલ હોસ્પિટલ લઈને આવ્યો હતો. હોસ્પિટલમાં ફરજ પરના ડો. શીતલે મારી પત્નીને જોઈ મૃત જાહેર કરી હતી.

ઘર નજીક પાઈપ મિલમાં સાથે જ કામ કરતા હતા આરતીએ મને જણાવ્યું કે, ત્યાં કામ કરતી અન્ય મહિલા જોડે મારો ઝઘડો થયો છે. વધુમાં જણાવ્યું કે, હું અને મારી પત્ની આરતી અમે બંને અમારા ઘર નજીક પાઈપ મિલમાં સાથે જ કામ કરીએ છીએ. તેઓ પાર્ટ ટાઈમ જોબ કરતા હતા અને હું ફુલ ટાઈમ જોબ કરતો હતો. કારણ કે અમારા ત્રણ સંતાનો પણ છે. એક છોકરો અને બે છોકરીઓ છે. ગઈકાલે સાંજના સમયે આરતીઓ મને જણાવ્યું કે, ત્યાં કામ કરતી અન્ય મહિલા જોડે મારો ઝઘડો થયો છે. હવે કઈ વાત એ ઝઘડો થયો હતો એ મને હજી સુધી જાણવા મળ્યું નથી. પરંતુ આ ઝગડો વારંવાર થતો હતો. આરતી મને વારંવાર કહેતી પણ હતી. અમે મૂળ મધ્યપ્રદેશના સતના જિલ્લામાં (Satna District of Madhya Pradesh ) આવેલા મજગમાં ગામના છીએ. અમે છેલ્લા દસ વર્ષથી સુરતમાં રહીએ છીએ. હવે ખબર નથી પડતી કે આરતી આ પગલું શા માટે ભર્યું. આ પગલું તેણે અમારા સંતાનો સામે જ કર્યું હોય તે મને લાગી રહ્યું છે.

આખો પરિવાર શોકમાં થયો ગરકાવવધુમાં જણાવ્યું કે, અમારા ત્રણે સંતાનો ત્યારે સૂઈ રહ્યા હતા. તેમની સામે જ આ પગલું ભર્યું હોય પણ તેમને ખબર ના પડી હોય એવું પણ હોઈ શકે. કારણ કે મારા ત્રણે બાળકો નાના છે. મારી પત્નીને આ પગલાંથી અમારો આખો પરિવાર શોકમાં ગરકાવ થઈ ચૂક્યો છે. હું કાલે જ લાઇટિંગ પણ લઈને આવ્યો હતો કે, આવતીકાલે ધનતેરસ છે. હું મારા ઘરના મંદિરને સજાવીશ, પરંતુ મારું ઘર સાચવનાર મારી પત્ની જ મને અને મારાં સંતાનોને છોડીને જતી રહી.

PCR 2 મૃતક આરતીના ઘરે ગઈઆ મામલે પોલીસે આત્મહત્યાનો આગળની તપાસ હાથ ધરી છે. આ બાબતે હજીરા પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ અરવિંદભાઈએ જણાવ્યું કે, અમને કાલે રાતે સિવિલ હોસ્પિટલના પોલીસ ચોકીમાંથી આ ઘટનાની વર્દી લખવામાં આવી હતી. જેથી અમારી PCR 2 મૃતક આરતીના ઘરે ગઈ હતી. તે ઉપરાંત અમારો અન્ય એક કોન્સ્ટેબલ સિવિલ હોસ્પિટલ પહોંચ્યો હતો. હાલ અમે આ મામલે વધુ તપાસ કરી રહ્યા છીએ.

ABOUT THE AUTHOR

...view details