ગુજરાત

gujarat

ETV Bharat / state

Surat News: ડાયમંડ હોસ્પિટલમાં એક જ દિવસમાં 30 ડિલિવરી, બાળકોના ખીલખિલાટથી હોસ્પિટલનું વાતાવરણ ગુંજી ઉઠ્યું - ડાયમંડ હોસ્પિટલ

સુરતમાં આવેલી ડાયમંડ હોસ્પિટલમાં એક જ દિવસમાં 30 ડિલિવરી થઈ હતી. 30 ડિલિવરીમાં એક જોડિયા બાળકો સહિત કુલ 31 બાળકોમાં 17 દીકરી અને 14 દીકરાનો સમાવેશ થાય છે. બાળકોના ખીલખિલાટથી હોસ્પિટલનું વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.

ે

By

Published : Aug 20, 2023, 10:06 PM IST

ડાયમંડ હોસ્પિટલમાં એક જ દિવસમાં 30 ડિલિવરી

સુરત: કાપોદ્રા વિસ્તારમાં આવેલ ડાયમંડ હોસ્પિટલમાં એક જ દિવસમાં 30 ડિલિવરી થતા વાતાવરણ બાળકોના ખીલખિલાટથી ગુંજી ઉઠ્યું છે. જેમાં 30 ડીલીવરીમાં એક જોડિયા બાળકો સાથે કુલ 31 બાળકોમાં 17 દીકરી અને 14 દીકરાનો સમાવેશ થઇ રહ્યો છે.

કુલ 31 બાળકોમાં 17 દીકરી અને 14 દીકરાનો સમાવેશ

દીકરીના જન્મ પર કોઈ ચાર્જ નહિ: સુરતની ડાયમંડ હોસ્પિટલના 10 વર્ષના ઈતિહાસમાં 31 ડીલીવરી સાથે સુરતમાં એક નવો રેકોર્ડ સ્થાપિત કર્યો છે. આ ડીલીવરીમાં એક જોડિયા બાળકો સાથે કુલ 31 બાળકોમાં 17 દીકરી અને 14 દીકરાનો સમાવેશ થઇ રહ્યો છે. આ હોસ્પિટલમાં નોર્મલ ડીલીવરીનો ચાર્જ માત્ર 1800 રૂપિયા છે અને દીકરીનો જન્મ થાય તો કોઈ ચાર્જ લેવામાં આવતો નથી તેમજ સિઝેરિયન ડિલિવરીનો ચાર્જ માત્ર 5000 રૂપિયા છે.

દીકરીને એક લાખ રૂપિયાના બોન્ડ: હોસ્પિટલમાં કોઈ પણ દંપતીને ત્યાં એક કરતા વધારે દીકરીનો જન્મ થાય તો પ્રત્યેક દીકરીને હોસ્પિટલ તરફથી એક લાખ રૂપિયાના બોન્ડ આપવામાં આવે છે. અત્યાર સુધીમાં 2000 દીકરીઓને કુલ 20 કરોડના બોન્ડ આપી દીધા છે. ભારત સરકારની “બેટી બચાવો-બેટી વધાવો યોજના ” ને " સાર્થક કરવામાં હોસ્પિટલ દ્વારા સહભાગી બનીને સમાજને એક નવી રાહ ચીંધી છે.

" સુરતની ડાયમંડ એસોસિસયેશન સંચાલિત ડાયમંડ હોસ્પિટલમાં આજ રોજ ખુબ જ આનંદનો દિવસ છે. આજે આ હોસ્પિટલમાં રાહતદરે 1,000 થી વધુ પેશન્ટો સારવાર લઈ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં આ હોસ્પિટલમાં એક સાથે 30 ડિલિવરી થઈ છે. જેમાં વધારે ખુશી એ વાતની છે કે ભારત સરકાર જે રીતે બેટી બચાવો અભિયાન ચલાવી રહ્યું છે. જેમાં 17 દીકરી અને 14 દીકરાઓનો જન્મ થયો છે એટલે કે દીકરીઓની સંખ્યા વધારે છે. તથા આ તમામ દીકરીઓને અમે તરફથી એક લાખ રૂપિયાનો બોન્ડ આપીએ છીએ." - દિનેશ નાવડીયા, ડાયમંડ હોસ્પિટલ ટ્રસ્ટી

  1. team 108 : સુરતમાં 108ની ટીમે મહિલાની ઘરમાં જ કરાવી સફળ ડિલિવરી
  2. વાયુ પ્રદૂષણથી ગર્ભવતી મહિલાઓને થઈ શકે પ્રિમેચ્યોર ડિલિવરી, સમજો આ સાયન્સ

ABOUT THE AUTHOR

...view details