સુરત:શહેરમાં ફરી માતા પિતા માટે લાલબતી સમાન કિસ્સો સામે આવ્યો છે. લીંબાયત વિસ્તારમાં ત્રણ વર્ષનો બાળક રમતાં-રમતાં પાણીના ટપમાં પડી જતાં તેનું મોત નીપજ્યું હતું. શહેરના લીંબાયત વિસ્તારમાં આવેલ કલ્પના સુપર સોસાયટીની સામે રહેતા સંતોષભાઈ બાગલ જેઓ ટેક્સતાઈ માર્કેટમાં કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલવે છે. તેમનો ત્રણ વર્ષનો છોકરો ગઈકાલે સાંજે રમતાં-રમતાં અગાસીના છત ઉપર ગયો હતો. જ્યાં પાણીના મોટા ટબમાં પડી જતા ડૂબી જવાથી તેનું મોત થયું હતું. હાલ આ મામલે લીંબાયત પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
પરિવારે આખી રાત કરી શોધખોળ: આ બાબતે લીંબાયત પોલીસે જણાવ્યું કે 5 એપ્રિલે મૃતક ત્રણ વર્ષનો બાળક ઘરે રમી રહ્યા હતો. ત્યારે તે ઘરના છત ઉપર કાળા કલરના મોટા ટબમાં રમતાં-રમતાં પડી ગયો હતો. ટબમાં ડૂબી જવાથી તેનું મોત નીપજ્યું હતું. તે સમયે ઘરે લાઈટ ગઈ એટલે પરિવારને બાળક ન દેખાતા અંતે આખી સોસાયટીમાં શોધખોળ હાથ ધરી હતી. પરિવારે રાજની આખી રાત શોધખોળ કરી હતી. સવારે રાજની કાકી ટબમાંથી પાણી લેવા ગયા હતા. પાણી લેતા સમય તેમણે ટબની અંદર પાણીમાં બાળકને જોઈ બુમાબુમ કરવા લાગ્યા હતા.
આ પણ વાંચો:Maharashtra News: હોમવર્ક ન કરવા બદલ ટ્યુશન ટીચરે માર માર્યો, છોકરાએ ગુમાવી સાંભળવાની ક્ષમતા