ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરતમાં હાઈવે પર ડમ્પરચાલકને લૂંટનારા 3 શખ્સ ઝડપાયા

સુરતમાં માંગરોળ તાલુકાના નેશનલ હાઈવે નંબર 48 ઉપર આવેલા રેલવે ફાટક બ્રિજના સર્વિસ રોડ ઉપર 1 જાન્યુઆરીએ ડમ્પરચાલકને બાઈક પર સવાર ત્રણ ઈસમોએ લૂંટ ચલાવી હતી. આ અંગે ગણતરીના કલાકોમાં જ કોસંબા પોલીસે ગુનો ઉકેલ્યો છે.

By

Published : Jan 4, 2021, 10:37 AM IST

સુરતમાં હાઈવે પર ડમ્પરચાલકને લૂંટનારા 3 શખસ ઝડપાયા
સુરતમાં હાઈવે પર ડમ્પરચાલકને લૂંટનારા 3 શખસ ઝડપાયા

  • સુરતના હાઈવે પર ત્રણ શખ્સે ડમ્પર ચાલકને લૂંટ્યો
  • કોસંબા પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપ્યો
  • ત્રણેય શખ્સોએ ડ્રાઈવરને ધમકી આપી લૂંટ ચલાવી હતી

સુરતઃ હાઈવે નંબર 48 ઉપર આવેલા કોસંબા રેલવે ઓવરબ્રિજના સર્વિસ રોડ ઉપર હાઈવા ડમ્પરનો ડ્રાઈવર ઝંખવાવથી કપચી ભરીને સુરત આવતો હતો. મોડી રાત્રે તે ઓવરબ્રિજના સર્વિસ રોડ પર ડમ્પર પાર્ક કરી તેમાં સુઈ ગયો હતો. મોડી રાત્રે બાઈક પર ત્રણ શખ્સો આવ્યા હતા અને તેમણે કેબિનનો દરવાજો ખખડાવી ડ્રાઈવરને કેબિનમાંથી ઉઠાડી તારી પાસેના મોબાઈલ અને પૈસા આપી દે તેમ કહી ડ્રાઈવરને મારી નાખવાની ધમકી આપી હતી. ત્રણેય શખ્સો મોબાઈલ અને હજાર રૂપિયાની લૂંટ ચલાવી ફરાર થયા હતા. આ અંગે ડ્રાઈવર લલિત પટેલએ કોસંબા પોલીસમાં ફરિયાદ દાખલ કરી હતી. ઘટના થોડા દિવસ પહેલા હાઈવે નંબર 48 સિયાલજ પાટિયા પાસે પણ બની હતી.


પોલીસે મુખ્ય સૂત્રધારને પકડવા ચક્રો ગતિમાન કર્યા

હાઈવે પર બાઈકસવાર ત્રણ ઈસમો દ્વારા રસ્તે ચાલતા લોકો અને ડ્રાઈવરોને ધમકી આપવામાં આવી હતી. પોલીસને બાતમી મળી હતી લૂંટના આરોપી કોસંબા ઓવરબ્રિજની નીચે ઊભા છે અને ફરી લૂંટ કરવાના ઇરાદે નીકળવાના છે. આથી પોલીસે રવિ સોમ સિંહ જાદવ તેમ જ એક કિશોરની ધરપકડ કરી હતી. લૂંટ ઘટનામાં મુખ્ય સૂત્રધાર એવો મયુરભાઈ રૂપે, માંઈલો પરમાર પોલીસને જોઈને ભાગી છૂટ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details