ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરતમાં સોશિયલ મીડિયા પર પેજ બનાવી ઠગાઇ કરતા 3 શખ્સો ઝડપાયા

સુરતમાં બજાજ ફાઇનાન્સના નામે સોશિયલ મીડિયા પર ફેસબુક એકાઉન્ટ પેજ બનાવી છેતરપિંડી કરતા ત્રણ શખ્સોની સાયબર ક્રાઇમની ટીમે અટકાયત કરી હતી. આરોપીઓ પાસેથી મોબાઈલ, રોકડ રકમ સહિતનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે. બજાજ ફાયનાન્સના કસ્ટમરોને લોભામણી લાલચો અને સ્કીમ આપી ઓટીપી તેમજ ઇએમઆઈનો નંબર મેળવી લઈને આરોપીઓ ગુનાંને અંજામ આપતા હતા.

cheating
સુરત

By

Published : Aug 18, 2020, 11:08 PM IST

સુરત: શહેરમાં સાઇબર ક્રાઇમમાં 100 જેટલા લોકો સાથે છેતરપિંડી આચરવામાં આવી હોવાની ફરિયાદ નોંધાઇ હતી. જે ફરિયાદના આધારે સાઇબર ક્રાઇમની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. સાયબર ક્રાઇમમાં નોંધાવેલી ફરિયાદ મુજબ કેટલાક શખ્સોએ બજાજ ફાઇનાન્સના નામે સોશિયલ મીડિયા ફેસબુક પેજ બનાવ્યું હતું.

સુરતમાં સોશિયલ મીડિયા પર પેજ બનાવી ઠગાઇ કરતા 3 શખ્સો ઝડપાયા
  • બજાજ ફાઇનાન્સના નામે ફેસબુક પેજ બનાવી છેતરપિંડી કરાઇ
  • ત્રણ આરોપીઓની સાઇબર ક્રાઇમે કરી અટકાયત
  • 100 જેટલા લોકો સાથે છેતરપિંડી કર્યા હોવાની નોંધાઇ હતી ફરિયાદ

ફેસબુક પેજ પર લોભામણી લાલચ અને અવનવી સ્કીમ બતાવી લોન આપવાની જાહેરાત કરવામાં આવી હતી. જ્યાં કેટલાક કસ્ટમરોએ સંપર્ક કરતા તેઓ પાસેથી ઇએમઆઈનો કાર્ડ નંબર અને ઓટીપી નંબર મેળવી લેવામાં આવ્યા હતા. જે કસ્ટમરોના કાર્ડ અને ઓટીપી નંબરના આધારે ઓનલાઈન બજાજના કાર્ડ પર લોન લઈ મોબાઈલની ખરીદી કરવામાં આવી હતી.

અલગ અલગ બજાજ ફાયનાન્સના કસ્ટમરો આ ઠગબાજોનો ભોગ બન્યા હતા. જ્યાં ભોગ બનેલા કસ્ટમરોએ પણ સૌ પ્રથમ બજાજ ફાયનાન્સ અને ત્યારબાદ સાયબર ક્રાઇમનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી. સાયબર ક્રાઇમની ટીમે ફરિયાદના આધારે ગુનોં નોંધી ત્રણ ઠગાબાજોને ઝડપી પાડ્યા હતા. જેમાં કતારગામના નંદનવન એપાર્ટમેન્ટમાં રહેતા બબા ઉર્ફે બાબા ચૌધરી, પર્વત ગામના મહેશ વલ્લભ આસોદરીયા અને દિપક ઉર્ફે દીપક ગોકુલ ડોબરીયાની અટકાયત કરવામાં આવી છે. આરોપીઓ પાસેથી સાયબર ક્રાઇમની ટીમે 40,000 રૂપિયા, બજાજ ફાયનાન્સ કંપનીના ઇએમઆઇ કાર્ડ પર ખરીદ કરેલ અલગ અલગ કંપનીના નવા મોબાઈલ સહિતનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details