સુરતમાં રાજસ્થાનથી 3.38 લાખની નકલી ચલણી નોટો લાવતો ઈસમ ઝડપાયો - ઈટીવી ભારત
સુરત: શહેરના પુણા પોલીસે નકલી નોટના વધુ એક રેકેટનો પર્દાફાશ કર્યો છે. ચેક પોસ્ટ પાસેથી પસાર થતી રાજસ્થાન પાસિંગની લક્ઝરી બસમાં ચેકિંગ કરતા કતારગામના રહીશની બેગમાંથી 2000, 5000, 200 અને 100ની બનાવટી નોટો મળી આવી હતી. પુણા પોલીસે રૂપિયા 3.38 લાખની નકલી નોટો સાથે કતારગામના રહીશની ધરપકડ કરી હતી. આ બનાવટી નોટો રાજસ્થાનથી લઈને આવતો હતો.
રાજસ્થાનથી મોકલાયેલા લાખોની ચલણી નોટોના રેકેટનો પર્દાફાશ સુરત પુણાગામ પોલીસે કર્યો છે. વાહન ચેકિંગ દરમિયાન રાજસ્થાનથી આવેલી રાઠોડ ટ્રાવેલ્સની સ્લીપર કોચમાં કતારગામના રહીશ પાસેથી 2000, 500, 200 અને 100ની કુલ 3.38 લાખની 642 નંગ જાલીનોટ ઝડપી લીધી હતી. મૂળ રાજસ્થાનના શખ્સને વતન જાલોરથી મિત્ર આ જાલી નોટોનો જથ્થો સુરતના અડાજણમાં એક વ્યક્તિને પહોંચાડવા આપ્યો હતો. પોલીસ જ્યારે નિયોન ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ કરી રહ્યા હતા, ત્યારે અહીંથી પસાર થતી ટ્રાવેલ્સની લક્ઝરી બસ નંબર RJ 19 PB 6938માં તપાસ કરાઈ હતી. જ્યાં સીટ નંબર બે પર બેસેલા મુસાફરની બેગ ચેક કરાતા ચલણી નોટો મળી આવી હતી.