- ખડસદ ગામના તળાવમાંથી ત્રણ મૃતદેહો મળતા અફરાતફરી
- એક મહિલા અને 2 બાળકોના મૃતદેહ મળી આવતા પોલીસ અને ફાયર ટીમ થઈ દોડતી
- અકસ્માત,આપઘાત કે પછી હત્યા જેવા અનેક પ્રશ્નો ઉભા થતા પોલીસ મુંઝવણમાં
- પરિવારને શોધવા પોલીસ સોશિયલ મીડિયાના સહારે
સુરતઃ સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ખડસદ ગામ(Khadsad village of Kamaraj taluka) ખાતેના તળાવમાં એક સાથે ત્રણ મૃતકાયા તરતી હાલતમાં જોવા મળી હતી. તળાવમાં(Lake) ત્રણ ત્રણ પ્રાણ વગરના શરીર મળતા ફાયર વિભાગ(Fire Department) અને પોલીસની ટીમો ઘટના સ્થળે દોડી ગઈ હતી. ફાયર વિભાગ મૃતદેહો(Corpses) બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી. મૃતદેહો બહાર કાઢતા બે બાળકો અને એક મૃતદેહ મહિલાનો મળી આવ્યો હતો.
પોલીસ મુંઝવણમાં, અકસ્માત, આપઘાત કે પછી હત્યા