- સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ચોરીના 1 આરોપીને વોન્ટેડ જાહેર કારયો
- વાહન ચોરીમાં સંડોવાયેલા આરોપીની કરવામાં આવી ધરપકડ
- સૂત્રધાર સુનિલ વાસફૉટાને સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વોન્ટેડ જાહેર કરાયો
સુરતઃ જિલ્લા DCB પોલીસ દ્વારા વાહન ચોરીમાં સંડોવાયેલા આરોપીને ધરપકડ કરવામાં આવી છે. વાહન ચોરીના ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ આરોપીની શોધખોળ ગત ડિસેમ્બર મહિનાથી જ કરવામાં આવતી હતી. આ પહેલા ગત ડિસેમ્બર મહિનામાં તેમાં મુખ્ય સૂત્રધાર સુનિલ વાસફૉટા તે પોલીસથી દૂર ભાગી ગયો હતો અને તેના બાકીના ત્રણ મિત્રો સંદીપ ખજની, હિતેશ ઓખાભાઈ રાજપુત અને બી.જે.ગોહિલને પકડી પાડવામાં આવ્યા હતા, ત્યારે મુખ્ય સૂત્રધાર સુનિલ વાસફૉટાને સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચોઃ અમદાવાદ LCBએ ગાડીના સાઈલેન્સર ચોરી કરતા 2 આરોપીની ધરપકડ કરી 20 ગુનાનો ભેદ ઉકેલ્યો
સુરત ક્રાઈમ બ્રાંચ પોલીસ દ્વારા સુનિલ વાસફૉટાની ધરપકડ કરવામાં આવી
સુરત ક્રાઈમ બ્રાંચ પોલીસ દ્વારા સુનિલ વાસફૉટાની ધરપકડ કરવામાં આવી છે. સુનિલ વાસફૉટા ગત ડિસેમ્બર મહિનામાં સુરત ક્રાઈમ બ્રાંચ પોલીસ દ્વારા બાતમીના આધારે સુરત જિલાની બ્રિજ નીચે વાહન ચોરીના કેટલાક ઇસમો ફરી રહ્યા છે. તેવી બાતમીના આધારે વાહન ચોરીના 3 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. સુરત ક્રાઈમ બ્રાંચ પોલીસ દ્વારા આ ગેંગના મુખ્ય સૂત્રધાર સુનિલ ફોટાને વાહન ચોરીના ગુનામાં વોન્ટેડ જાહેર કર્યો હતો અને તે સમયથી સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસ દ્વારા સુનિલ વાસ્ફોતાની શોધખોળ ચાલી રહી હતી અને આજરોજ સુરત ક્રાઈમ બ્રાંચ પોલીસને સુનિલ વાસફૉટાને પકડવા મોટી સફળતા મળી છે.
સુરત DCB પોલીસ દ્વારા વાહન ચોરીમાં સંડોવાયેલા 3 આરોપીની કરાઇ ધરપકડ આ પણ વાંચોઃ બારડોલીમાં ત્રણ બંધ મકાનોને તસ્કરોએ નિશાન બનાવ્યું
સુરત ક્રાઇમ બ્રાંચ દ્વારા આરોપીની કરાઇ ધરપકડ
સુરત ક્રાઇમ બ્રાંચના ACP આર.આર.સરવૈયા સાહેબ દ્વારા એમ કહેવામાં આવ્યું કે, આ ગેંગ સુરતમાં વાહનચોરીના 16 જેટલા ભેદ ઉકેલ્યા છે. તેમાંથી સૌથી વધારે સુરતના અઠવા વિસ્તાર અને અડાજણ વિસ્તારમાંથી વાહનો ચોરી કરતા હતા. આ ગેંગમાં કુલ 4 આરોપીઓ હતા. જેમાંથી ત્રણ જણાને ગત ડિસેમ્બર મહિનામાં અમારી ટીમ દ્વારા સુરત જિલાના બ્રિજ નીચેથી 3 ની ધરપકડ કરવામાં આવી હતીસ, ત્યારે તેમાંથી એક જેનું નામ સુનિલ વાસફૉટા છે. તે ફરાર થઈ ગયો હતો અને આજરોજ સુરતની ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી છે. સુનિલ વાસફૉટા જે છે તે આ પેહલા પણ વાહન ચોરીના ગુનામાં સુરતના સરથાણા પોલીસ સ્ટેશનમાં અને ઉમરા પોલીસ સ્ટેશનમાં પકડાઈ ચૂક્યો છે અને હાલ ક્રાઈમ બ્રાંચ પોલીસ દ્વારા પણ તેની પૂછપરછ ચાલી રહી છે.