સુરતના રાંદેર એસ.એમ.સી આવાસમાં રહેતા 19 વર્ષીય વિજય શ્રાવણ બોરકરની 3 જેટલા શખ્સો દ્વારા શિક્ષણ ચપ્પુના ઉપરા છાપરી ઘા ઝીકી હત્યા કરી દેવામાં આવી હતી, હત્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે, વિજય શ્રાવણ બોરકર મિત્ર આકાશની બહેનના લગ્નમાં UGAT નહેર નજીક આવેલી ઝુપડપટ્ટી ખાતે ગયો હતો.
લગ્નમાં સામાન્ય બાબતે યુવાનની હત્યાના કેસમાં 3ની ઘરપકડ
સુરત: મિત્રની બહેનના લગ્નમાં નાચવા બાબતે યુવાનની થયેલી હત્યા મામલે રાંદેર પોલીસે ત્રણ હત્યારાઓને ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
જ્યાં ઝુપડપટ્ટીમાં લગ્ન પ્રસંગમાં નાચતી વેળાએ 3 જેટલા શખ્સો વચ્ચે તકરાર થઈ હતી. લગ્ન પ્રસંગમાં જ 3 ઈસમોએ વિજયની છાતી પર ચપ્પુના ઘા ઝીંકી દીધા હતા. જ્યારે વચ્ચે પડેલા વિજયના ભાઈને પણ ઇજા પહોંચાડવામાં આવી હતી. આ ઘટના બાદ ઇજાગ્રસ્ત વિજય અને તેના ભાઈને તાત્કાલિક સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર મળે તે પહેલા જ વિજયનું મોત થયું હતું.
હત્યાના બનાવ બાદ રાંદેર પોલીસે આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા. જ્યાં પોલીસે આરોપી વિશાલ જગદીશ રાઠોડ વિજય બોખો, રાજુભાઈ રાઠોડ તેમજ નિલેશ ઉર્ફે લંગડો સુરેશભાઈ નાયકાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.