- ગ્રામ્ય વિસ્તારમાં 274 કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા
- આજે વધુ 288 દર્દીઓએ કોરાનાને હરાવ્યો
- કોરાના આજે વધુ 5 દર્દીને ભરખી ગયો
સુરત: ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા 25-30 દિવસથી કોરાના વાઇરસ આકરા પાણીએ જોવા મળી રહ્યો છે. આથી, કોરાના વાઇરસનું દિવસેને દિવસે સંક્રમણ વધી રહ્યું છે. ત્યારે, આજરોજ રવિવારે સુરત ગ્રામ્ય વિસ્તારમાં વધુ 274 લોકો કોરાના વાઇરસની ઝપેટમાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત, કોરાના વાઇરસે વધુ 5 લોકોના મોત લીધા છે. આમ, અત્યાર સુધી ગ્રામ્ય વિસ્તારમાં કોરાના વાઇરસના 27,676 પોઝિટિવ કેસ તેમજ મુત્યુઆંક 382 પર પહોંચી ગયો છે.
આ પણ વાંચો:સુરતમાં 43 વર્ષીય કોરોના દર્દીની 40 દિવસની લાંબી સારવાર,13 દિવસ વેન્ટિલેટર પર રહ્યા બાદ સાજા થયા