ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરતની સિવિલમાં 8 કલાક પીપીઈ PPE પહેરીને સિક્યુરિટી ગાર્ડ પોતાની સેવા આપી રહ્યા છે

સુરત સિવિલ હોસ્પિટલના બે સિક્યુરિટી ગાર્ડ કોરોનાને માત આપી ફરીવાર નવી સિવિલની સુરક્ષામાં તૈનાત થયા છે. સુરતના કોવિડ હોસ્પિટલમાં 24 કલાક 72 સિક્યુરિટી ગાર્ડ પોતાની ફરજ નિભાવી રહ્યા છે. 8 કલાક પીપીઈ કીટ પહેરી કોવિડ વોર્ડમાં સિક્યુરિટી ગાર્ડ પોતાની સેવા આપી રહ્યા છે. કોઈ પણ અપેક્ષા વિના માત્ર નિ:સ્વાર્થ સેવાનું ઉદાહરણ સિવિલના સુરક્ષાકર્મીઓ બન્યા છે.

security guards
security guards

By

Published : Jul 28, 2020, 1:49 PM IST

સુરતઃ નવી સિવિલ હોસ્પિટલમાં તૈનાત 271 સિક્યુરિટી ગાર્ડ છે. કે જેઓ કોરોના કાળમાં પણ 24 કલાક ખડેપગે ફરજ બજાવી રહ્યા છે. 271 માંથી 72 સિક્યુરિટી ગાર્ડ પોતાની જીવની પરવા કર્યા વગર કોવિડ-19 હોસ્પિટલમાં સતત 8 કલાક પીપીઈ કીટ પહેરીને નિષ્ઠાપૂર્વક સેવા આપી રહ્યા છે. જેમાંથી બે સુરક્ષા કર્મીઓ કોરોનાગ્રસ્ત બન્યાં હતાં. જેઓ એક મહિના સુધી હોસ્પિટલમાં દાખલ રહી સારવાર મેળવી કોરોનાને માત આપી સ્વસ્થ થયાં બાદ ફરી એક વાર પોતાની ફરજ પર જોડાઈ ગયા છે.

સુરત સિવિલ હોસ્પિટલમાં ખડેપગે 271 સિક્યુરિટી ગાર્ડની સરાહનીય કામગીરી

સિવિલ હોસ્પિટલમાં ચીફ સિક્યુરિટી ઓફિસર હરેન ગાંધીએ જણાવ્યું હતું કે, હું એર ફોર્સનો પૂર્વ અધિકારી રહી ચુક્યો છું. તમામ સુરક્ષા કર્મીઓ અને સિવિલમાં આવતાં દર્દીઓ અને તેમના સગાવ્હાલા, ડોક્ટર્સ, પેરામેડિકલ સ્ટાફની સુરક્ષા, વાહનો, એમ્બ્યુલન્સની સુરક્ષા અંગે મેનેજમેન્ટ કરું છું. સાથે સિવિલમાં ટ્રાફિક કંટ્રોલની કામગીરી પણ નિભાવીએ છીએ.

કોરોનામુક્ત ગાર્ડ મનસુખ પરમારે જણાવ્યું હતું કે, કોરોનાના કારણે અમારી સુરક્ષા જવાબદારીમાં પણ વધારો થયો છે. મને સિવિલ નં.12 ઉપર ફરજ પર હતો, એ દરમિયાન મને કોરોનાના લક્ષણ દેખાતા સિવિલમાં તપાસ દરમિયાન મારો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. સિવિલમાં સારવાર માટે દાખલ થયો ત્યારે મારી હાલત ગંભીર થતાં એક મહિનો ઓક્સિજન પર રાખવામાં આવ્યો હતો. પરંતુ ડોકટરોએ મને સ્વસ્થ કર્યો. 15 દિવસ હોમ ક્વોરન્ટાઈન રહી સંપૂર્ણ સ્વસ્થ થયાં પછી ફરી એક વાર ફરજ પર હાજર થયો છું.

કોવિડ વોર્ડમાં ફરજ બજાવતા સિક્યુરિટી ગાર્ડ રોશનસિંગ હરેરામસિંગ રાજપૂતે જણાવ્યું હતું કે, સતત 8 કલાક પીપીઈ કીટ પહેરી સેવા કરૂ છું. આઠ કલાક પીપીઈ કીટ પહેરીને કામ કરવું મુશ્કેલ છે. આઠ કલાકમાં અમે ભોજન અને પાણીની પણ પરવા કર્યા વિના ફરજ બજાવીએ છીએ. પરિવારના લોકો નોકરી કરવાની ના પાડતા હતા, પરંતુ મને રોજીરોટી આપનાર સિવિલ હોસ્પિટલને મુશ્કેલીના સમયમાં છોડીને જવાનું યોગ્ય નથી.

સિક્યુરીટી વ્યવસ્થાપક તારિક સિદાત ખુર્શીદ જણાવ્યું હતું કે, ઘણીવાર કોઈ દર્દીના સગાં સિક્યુરિટી ગાર્ડ સાથે તકરાર પણ કરે છે, જેમને શાંત પાડવાનું કામ પણ કરું છું, સાથે સિક્યુરિટી ગાર્ડને પણ દર્દીઓના સગા સંબંધીઓ સાથે કેવી રીતે વાત કરી સમજાવવા તે અંગે શીખવી રહ્યો છું. હવે સાવચેતીના પગલાં અચૂક લેતા હોવાથી હવે ડર લાગતો નથી. સિવિલમાં કોઈ પણ ડોક્ટર્સ, સ્ટાફ કે દર્દીઓના પરિવારજનોની સુરક્ષા અને સલામતી જળવાઈ રહે એના માટે અમે સતત પ્રયત્નશીલ છીએ.

ABOUT THE AUTHOR

...view details