ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરતના મોટા મંદિર યુવક મંડળ દ્વારા અત્યાર સુધી 25 લાખ માસ્ક વિતરણ કરાયા - 'હું પણ કોરોના વોરિયર્સ

કોરોનાની વિશ્વ મહામારી સામે લડી રહેલા લોકોને નિઃશુલ્ક પણે સુરતની 53 વર્ષ જૂની સંસ્થા માસ્ક પોંહચાડવાનું કામ કરી રહી છે. મોટા મંદિર યુવક મંડળ દ્વારા હમણાં સુધી 25 લાખ જેટલા માસ્ક તૈયાર કરવામાં આવ્યા છે. જે માસ્ક વારાણસી, અમેઠી સહિત ગુજરાત રાજ્યના અલગ અલગ શહેરોમાં મોકલવામાં આવ્યા છે.

સુરતના મોટા મંદિર યુવક મંડળ દ્વારા અત્યાર સુધી 25 લાખ માસ્ક વિતરણ કરાયા
સુરતના મોટા મંદિર યુવક મંડળ દ્વારા અત્યાર સુધી 25 લાખ માસ્ક વિતરણ કરાયા

By

Published : May 23, 2020, 3:14 PM IST

સુરત: વડાપ્રધાન મોદીએ 'હું પણ કોરોના વોરિયર્સ' ની કરેલી અપીલ બાદ મોટા મંદિર યુવક મંડળ દ્વારા અલગથી ઓર્ડર આપી થ્રિ લેયર માસ્ક તૈયાર કરવામાં આવ્યા છે. આ સાથે 'આરોગ્ય સેતુ', 'હું પણ કોરોના વોરિયર્સ' સહિત અલગ અલગ પ્રિન્ટવાળા ખાદી, લીલન અને કોટનના માસ્ક પણ બનાવવામાં આવ્યા છે. જે નિસ્વાર્થ પણે લોકોને વિતરણ કરવામાં આવી રહ્યા છે.

સુરતના મોટા મંદિર યુવક મંડળ દ્વારા અત્યાર સુધી 25 લાખ માસ્ક વિતરણ કરાયા

સુરતમાં 53 વર્ષ જુના મોટા મંદિર યુવક મંડળ દ્વારા પચીસ લાખ જેટલા માસ્ક તૈયાર કરી ગુજરાતના અલગ અલગ શહેરો અને અન્ય રાજ્ય બહાર મોકલી એક માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. મોટા મંદિર યુવક મંડળ દ્વારા ઓર્ડરથી માસ્ક બનાવવામાં આવ્યા છે. જે તમામ માસ્ક નિઃશુલ્ક પણે વિતરણ કરવામાં આવી રહ્યા છે. મોટા મંદિર યુવક મંડળ દ્વારા સુરતને 12 લાખ માસ્ક આપવામાં આવ્યા છે.

સ્મીમેર હોસ્પિટલ અને પાલિકા કર્મચારીઓને 4 લાખ માસ્ક પોંહચાડવામાં આવ્યા છે. જ્યારે પોલીસ ખાતાને પણ 40 હજાર માસ્ક આપવામાં આવ્યા છે. આ સાથે શહેરના વોર્ડ પ્રમાણે 6 લાખ માસ્કનું વિતરણ લોકોને નિઃશુલ્ક ભાવે કરાયું છે. તો બીજી તરફ બનારસ ખાતે અઢી લાખ, અમેઠીમાં દોઢ લાખ, ભાવનગરમાં એક લાખ અને અમદાવાદ વિધાનસભામાં 1 લાખ માસ્ક મોકલવામાં આવ્યા છે.

ઉપરાંત ગાંધીનગર લોક સભામાં અઢી લાખ માસ્ક મોકલવામાં માટે માસ્કનું પાર્સલ કરવામાં આવી રહ્યું છે. તેવી જ રીતે રાજકોટમાં 50 હજાર, ભરૂચમાં 50 પચાસ હજાર માસ્ક પોહચાડ્યા છે. સૌથી મહત્વની વાત એ છે કે, આ માસ્ક વોશેબલ અને થ્રિ લેયરવાળું છે. ખાદી, લીલન અને કોટનના બનેલા આ માસ્ક ઓર્ડરથી બનાવી નિઃશુલ્ક વિતરણ કરવામાં આવી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details