- તૌકતે વાવાઝોડામાં મોટી સંખ્યામાં પક્ષીઓને રેસ્ક્યૂ કરાયા હતા
- 25 જેટલા પક્ષીઓને સારસંભાળ બાદ મુક્ત કરાયા
- ડુમસ તળાવ ખાતે તેમને રિલીઝ કરાયા
સુરત : તૌકતે વાવાઝોડા દરમિયાન ડુમસ વિસ્તારમાં તૂટી પડેલા વૃક્ષો પરથી મોટી સંખ્યામાં પક્ષીઓને રેસ્ક્યૂ કરાયા હતા. જેમાંથી 25 જેટલા પક્ષીઓને સારસંભાળ બાદ મુક્ત કરવામાં આવ્યા છે. ડુમસ તળાવ ખાતે તેમને રિલીઝ કરાયા છે.
નેચર ક્લબ દ્વારા રેસ્કયૂ કરાયેલા 25 પક્ષીઓને મુક્ત કરાયા આ પણ વાંચો : Tauktae Cyclone- સુરત જિલ્લાના 757ગામોમાં 33 ટકા લેખે 5,826 હેક્ટરમાં પાકને થયું નુક્સાન
તેમના આહાર અને ઉડવા પર દેખરેખ રાખી ખાતરી કર્યા બાદ જ મુક્ત કરાયા
તૌકતે વાવાઝોડાની અસરને પગલે સંખ્યાબંધ નિર્દોષ પક્ષીઓ ભોગ બન્યા હતા, ત્યારે બીજી તરફ શહેરની અનેક જીવદયાપ્રેમી સંસ્થાઓને પક્ષીઓનો જીવ બચાવવામાં સફળતા પણ મળી છે. વાવાઝોડા બાદ ડુમસ વિસ્તારમાંથી રેસ્ક્યૂ કરાયેલા 25 પક્ષીઓને ગત રોજ નેચર ક્લબ સુરતે તેમના પ્રાકૃતિક નિવાસ સ્થાન પર છોડ્યાં છે. આ પક્ષીઓના માળા ડુમસમાં વડનું વૃક્ષ પડતા વિખેરાઈ ગયા હતા. જેથી તેમનું રેસ્ક્યૂ કરાયું હતું. સેન્ટર પર તેમના આહાર અને ઉડવા પર દેખરેખ રાખી ખાતરી કર્યા બાદ જ મુક્ત કરાયા છે.
આ પણ વાંચો : સુરતના ગ્રામ્ય વિસ્તારમાં આજે વધુ કોરોનાના 197 પોઝિટિવ કેસ નોંધાયા
45માંથી 25 પક્ષીઓને મુક્ત કર્યા
નેચર ક્લબના સ્નેહલ પટેલે જણાવ્યું હતું કે, બગલા, કજીયા અને પોન્ડ હેરોન્ડને છોડાયા છે. તેમને સેન્ટરમાં તેમને માછલી ખાતા કર્યા હતા અને હાલ તેમને તેમનો કુદરતી ખોરાક મળી રહે એ માટે ડુમસ ગામના તળાવ ખાતે રિલીઝ કર્યા છે. 45માંથી 25 પક્ષીઓને મુક્ત કર્યા છે. જ્યારે બાકીના પક્ષીઓ હજી અમારી પાસે છે.