ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરતમાં 2020માં 231 જેટલા ઘરફોડ ચોરીના બનાવો, લોકો કરી રહ્યા છે પ્રાઇવેટ સિક્યુરિટી એજન્સીનો સંપર્ક - Incident of burglary

વર્ષ 2020માં શહેરમાં ઘરફોડ ચોરીના બનાવમાં ક્યાંક વધારો જોવા મળ્યો છે. આ વર્ષે કુલ 231 જેટલા ઘરફોડ ચોરીના બનાવો પોલીસ ચોપડે નોંધાયા છે.

સુરતમાં 2020માં 231 જેટલા ઘરફોડ ચોરીના બનાવો, લોકો કરી રહ્યા છે પ્રાઇવેટ સિક્યુરિટી એજન્સીનો સંપર્ક
સુરતમાં 2020માં 231 જેટલા ઘરફોડ ચોરીના બનાવો, લોકો કરી રહ્યા છે પ્રાઇવેટ સિક્યુરિટી એજન્સીનો સંપર્ક

By

Published : Dec 31, 2020, 6:06 PM IST

  • વર્ષ 2020માં શહેરમાં ઘરફોડ ચોરીના બનાવમાં જોવા મળ્યો વધારો
  • કુલ 231 જેટલા ઘરફોડ ચોરીના બનાવો પોલીસ ચોપડે
  • આર્થિક તંગીના કારણે અનેક લોકો ચોરીના રવાડે ચડ્યા

સુરતઃ વર્ષ 2020માં શહેરમાં ઘરફોડ ચોરીના બનાવમાં ક્યાંક વધારો જોવા મળ્યો છે. આ વર્ષે કુલ 231 જેટલા ઘરફોડ ચોરીના બનાવો પોલીસ ચોપડે નોંધાયા છે. કોરોના કાળ દરમિયાન આર્થિક તંગીના કારણે અનેક લોકો ચોરીના રવાડે ચડ્યા હતા. જે લોકો શહેર છોડીને જઈ રહ્યા હતા તેઓ પોતાના બંધ મકાન પ્રાઈવેટ સિક્યુરિટી એજન્સીના હવાલે કરીને ગયા હતા.

આર્થિક મંદીના કારણે ચોરીના બનાવો

રાજ્યના આર્થિક પાટનગર સુરતમાં કોરોનાની અસર જોવા મળી હતી એક તરફ કોરોના સંક્રમણ વધવાનું પ્રમાણ સામે આવ્યુ હતું અને બીજી બાજુ લોકોને આર્થિક મંદીનો સામનો કરવો પાડ્યો હતો. કેટલાક લોકોએ નોકરી ધંધા ગુમાવ્યા હતા. આવી પરિસ્થિતિમાં અનેક લોકો અપરાધ કરવા લાગ્યા હતા ચોરીના અનેક બનાવવામાં આર્થિક સંકડામણને કારણે વ્યક્તિએ ચોરી કર્યા હોવાનું પણ સામે આવ્યું છે. સુરતમાં અનલોકથી અત્યાર સુધી ચોરીના અનેક બનાવો બન્યા છે. જેમાં ખાસ કરીને બંધ મકાનો અને ટેક્સટાઇલ માર્કેટ તેમ જ હીરા પેઢીઓને નિશાન બનાવવામાં આવ્યા છે. ચોરી માટે સૌથી સોફ્ટ ટાર્ગેટ ગેટ બંધ મકાનો રહે છે.

સુરતમાં 2020માં 231 જેટલા ઘરફોડ ચોરીના બનાવો, લોકો કરી રહ્યા છે પ્રાઇવેટ સિક્યુરિટી એજન્સીનો સંપર્ક

લોકો મકાનો સિક્યુરિટી એજન્સીના હવાલે કરે છે

કોરોના કાળમાં પોલીસ બંદોબસ્તને માસ ચેકીંગ અને ટ્રાફિક નિયમનને લઇ અતિ વ્યસ્ત રહી હતી. જેનો ચોર ટોળકી દ્વારા ફાયદો ઉઠાવવામાં આવ્યો છે. તેઓ રાત્રી કર્ફ્યૂ દરમિયાન અથવા તો રેકી કરી આવા મકાનો શોધે છે. કે, જ્યાં પરિવારના સભ્યો બહાર ગયા હોય મકાનો બંધ હોય આવા મકાનોને નિશાન બનાવતા હોય છે. જેથી હવે સુરત શહેરથી બહાર જનારા લોકો પોતાના બંધ મકાનને સિક્યુરિટી એજન્સીના હવાલે કરીને જતા હોય છે. જ્યાં સુધી તેઓ નહીં આવે ત્યાં સુધી 24 કલાક સિક્યુરિટી ગાર્ડ આ મકાનની રખવાળી કરે છે.

ઘર અને દુકાનની સુરક્ષા માટે પ્રાઈવેટ સિક્યુરિટી

આ અંગે પ્રાઈવેટ સિક્યુરિટી એજન્સી ચલાવતા નરેન્દ્ર ચૌધરીએ જણાવ્યું હતું કે, દિવાળી પહેલાથી લઇ અત્યાર સુધી બંધ મકાનો અને માર્કેટની દુકાનોને સુરક્ષા માટે લોકો પ્રાઇવેટ સુરક્ષા એજન્સીના કર્મચારીઓ રાખી રહ્યા છે. જેથી તેમના ઘર અને દુકાનની સુરક્ષા થઈ શકે હાલ પોલીસ અતિ વ્યસ્ત છે. જેના કારણે લોકો સુરક્ષા માટે પ્રાઈવેટ એજન્સીનો સંપર્ક કરી રહ્યા છે. બીજી બાજુ ડિમાન્ડ વધતા મેનપાવર પણ એજન્સીમાં વધી છે.

વર્ષ દરમિયાન ઘરફોડ ચોરીની વિગત

જાન્યુઆરી 30
ફેબ્રુઆરી 14
માર્ચ 15
એપ્રિલ 7
મે 9
જૂન 19
જુલાઈ 15
ઓગસ્ટ 32
સેપ્ટેમ્બર 27
ઓક્ટોમ્બર 26
નવેમ્બર 17
ડિસેમ્બર 20

ABOUT THE AUTHOR

...view details