ગુજરાત

gujarat

ETV Bharat / state

બ્લેકનું વ્હાઈટ કરતી ગેંગ, 227 કરોડની નકલી નોટ જોઈ પોલીસ પણ ચોંકી ગઈ - fake currency seized in surat

કામરેજ પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવેલી નકલી નોટ બાબતે વધુ ચોકાવનારો ખુલાસો થયો છે. કામરેજ પોલીસને 227 કરોડની નકલી ચલણી નોટો મળી આવી છે. 227 કરોડ પેકીની 67 કરોડ ની જૂની બંધ થઇ ગયેલી 1000 અને 500ના દરની ચલણી નોટો છે.(fake currency seized in surat) મુખ્ય ભેજાબાજ વિકાસ જૈન સહિત કુલ 6 લોકોની ધરપકડ કરતા જાણવા મળ્યું છે કે, આ લોકો આંતર રાજ્ય કાળા નાણા ને સફેદ કરવાનું કોભાંડ આચારી છેતરપિંડી કરતા હતા.

સુરતમાં કાળા નાણાંને સફેદ બનાવતી ગેંગ, 227 કરોડની નકલી નોટ જોઈ પોલીસની આંખો પણ પહોળી થઇ
સુરતમાં કાળા નાણાંને સફેદ બનાવતી ગેંગ, 227 કરોડની નકલી નોટ જોઈ પોલીસની આંખો પણ પહોળી થઇ

By

Published : Oct 4, 2022, 9:06 PM IST

સુરત:કામરેજ પોલીસને બાતમી મળી હતી કે, દીકરી એજ્યુકેશન અને ચેરીટેબલ ટ્રસ્ટની એક એમ્બ્યુલન્સ માં નકલી ચલણી નોટો ઘુસાડવામાં આવી રહી છે. જેને લઇ પોલીસે વોચ ગોઠવી અને એમ્બ્યુલન્સ ઝડપી પાડી હતી. એમ્બ્યુલન્સ માંથી પોલીસને 25.80 કરોડની ચાલની નોટો મળી આવી હતી ,(fake currency seized in surat)જોકે એમ્બ્યુલન્સ ચાલકની સઘન પૂછપરછ બાદ જામનગરના કાલાવડ તેમજ આનદ ખાતે થી વધુ 52 અને 12 કરોડ એમ 64 કરોડની ચલણી નોટો મળી આવી હતી. જોકે નકલી ચલણી નોટો પર મુવીના શુટિંગ માટે આ નોટ વાપરવાનો હેતુ એવું લખવામાં આવ્યું હતું, પરંતુ કેટલીક બાબતો શંકાસ્પદ લગતા પોલીસે એ તપાસ શરુ કરી હતી.

સુરતમાં કાળા નાણાંને સફેદ બનાવતી ગેંગ, 227 કરોડની નકલી નોટ જોઈ પોલીસની આંખો પણ પહોળી થઇ

પોલીસની ચોંકી ગઈ: પકડાયેલા એમ્બ્યુલન્સ ચાલકની સઘન તપાસ કરતા તપાસ નો રેલો મુંબઈ સુધી પહોચ્યો હતો. એમ્બ્યુલન્સ ચાલકની તપાસમાં વિકાસ જૈનની પોલીસે અટકાયત કરી અને સમગ્ર ઘટના નો ભાંડો ફૂટી ગયો હતો ,પોલીસને વિકાસ જૈનના ઘર અને ગોડાઉન માંથી મળી આવેલી ચલણી નોટો જોઈ પોલીસની આંખો પણ પહોળી થઇ ગઈ હતી. તપાસ માં પોલીસને 227 કરોડ રૂપિયાની નકલી ચલણી નોટો મળી આવી હતી, જે પેકી 67 કરોડ રૂપિયાની નોટો તો 2016 માં ભારત સરકાર દ્વારા બંધ કરવામાં આવેલી જૂની 500 અને 1000ના દર ની હતી.

વૈભવી ઓફિસમાં વહીવટ:તપાસ દરમિયાન મુંબઈ થી ઝડપાયેલો આરોપી વિકાસ જૈન દ્વારા કરવામાં આવેલી કબુલાતમાં અનેક ચોકાવનારા ખુલાસા થયા હતા ,વિકાસ જૈન દ્વારા ગુજરાતના સુરત ,અમદાવાદ ,રાજકોટ સિવાય ઇન્દોર ,મુંબઈ અને બેંગ્લોર માં પણ લાખો રૂપિયાનો ખર્ચ કરી વૈભવી ઓફિસો ખોલવામાં આવી હતી.(227 crore fake currancy) વિકાસ જૈન દ્વારા કાળા નાણાને ધોળા કમીશન પેટે રાજકોટના રવિ પરશાણા નામના વ્યાપારી પાસે થી 1.60 લાખ જયારે અન્ય કેટલાક લોકો પાસે 41.50 લાખ રૂપિયા ખંખેરી લેવામાં આવ્યા હતા ,જેને કાળા નાણા સફેદ કરવાના હોઈ એવા જરુરત મંદોને જરૂર પડે લોભાવવા માટે વિડીઓ કોલ કરી આ નકલી નોટનો જથ્થો પણ બતાવવામાં આવતો હતો. અત્યાર સુધી સુરત પોલીસ પાસે ભોગ બનેલા 7 થી વધુ લોકો સામે આવ્યા છે ,વિકાસ જૈન અને ટોળકી આવા લોકો પાસે થી ડીલ ફાઈનલ થાય એટલે પહેલાજ 10 થી 15 ટકા જેટલી રકમ ટોકન એમાઉન્ટ તરીકે લઇ લેતા હતા.

67 કરોડ રૂપિયાની નકલી કરન્સી: જે રીતે 2016 ના વર્ષની બંધ થયી ગયેલી જૂની ચલણી નોટો ની પણ 67 કરોડ રૂપિયાની નકલી કરન્સી મળી આવી છે. એ જોતા આ કોભાંડ આજનું નહિ પરંતુ લગભગ 2016 થી ચાલી રહ્યું છે કે કેમ તે દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે , ઉપરાંત અત્યાર સુધી માં આ લોકો એ કેટલા લોકો ને ભોગ બનાવ્યા ,આ નોટો ક્યાં છાપવામાં આવી હતી તે તમામ દિશામાં તપાસ કરી રહી છે.

ABOUT THE AUTHOR

...view details