- સુરતમાં મ્યુકોરમાઇકોસીસના અત્યાર સુધીમાં કુલ 224 કેસ નોંધાયા
- સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં 3 દર્દીઓની સફળ સર્જરી કરવામાં આવી
- નવી સિવિલ હોસ્પિટલની જૂની બિલ્ડિંગમાં ENT વિભાગ દ્વારા અલગ J-3 વોર્ડ શરૂ કરાયો
સુરત : કોરોનાથી સંક્રમિત થયા બાદ સાજા થનારામાં મ્યુકરમાઇકોસીસ નામની ગંભીર બીમારીના લક્ષણો જોવા મળી રહ્યા છે, જે લોકો કોરોના પોઝિટિવ છે અને કોરોના પોઝિટિવ થઇ ચૂક્યા હોય એવા દર્દીઓને ડાયાબિટીસ હોય તેવોમાં મ્યુકરમાઇકોસીસની બીમારી જોવા મળી રહી છે. આંખના ડોળા અને કાનમાંથી પાણી નીકળે, તો તુરંત જ સારવાર કરવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી રહી છે. સુરત શહેરમાં સરકારી અને ખાનગી હોસ્પિટલમાં મ્યુકરમાઇકોસીસના અત્યાર સુધીમાં 224 દર્દી નોંધાયા છે, જ્યારે 67 દર્દી સાજા થયા છે, 16 દર્દીઓના મોત થયા છે. આ સાથે નવી સિવિલ હોસ્પિટલમાં 3 દર્દીઓની સફળ સર્જરી કરવામાં આવી છે. તંત્ર દ્વારા નવી સિવિલ હોસ્પિટલની જૂની બિલ્ડિંગમાં ENT વિભાગ દ્વારા J-3 અલાયદો વૉર્ડ શરૂ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો -ડાયાબિટીસ ધરાવતાં કોરોનાગ્રસ્ત દર્દીઓમાં જોવા મળી રહ્યું છે મ્યુકોરમાઈકોસીસ
રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય અને ડાયાબિટીસ હોય તેવો લોકોનાં વધુ જોવા મળે છે મ્યુકોરમાઇકોસીસ
આરોગ્ય અધિકારી ડૉ. પ્રદીપ ઉમરીગરના જણાવ્યા અનુસાર, કોરોનામાં જે લાંબા સમયથી દાખલ છે, જે દર્દીઓની ICUમાં અને વેન્ટિલેટર પર છે, તેવા દર્દીઓની રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય અને ડાયાબિટીસ હોય તેવો દર્દીઓમાં આ બીમારી જોવા મળી રહી છે. આ બીમારી કોરોનાથી સાજા થઈ ગયા બાદ પણ દેખાય છે. આંખના ડોળા આસપાસ દુઃખાવો હોય અને નાકમાંથી પાણી નીકળતું હોય, તેમને સાવધાની સાથે હળવા હાથે સાફ કરવું જોઈએ. જેથી તેમના ઇન્ફેક્શનને અટકાવી શકાય ખાસ કરીને ડાયાબિટીસ અને સ્ટીરોઇડ લીધેલા દર્દીઓમાં વધુ ઝડપે ઇન્ફેક્શન ફેલાય છે. જેથી સુગર લેવલ સામાન્ય રાખવા અને સ્ટીરોઇડ લેવામાં પણ ધ્યાન રાખવું જોઈએ. તંત્ર દ્વારા બીમારીથી લડવા માટે તંત્ર દ્વારા નવી સિવિલ હોસ્પિટલની જૂની બિલ્ડિંગમાં ENT વિભાગ દ્વારા અલગ J-3 વૉર્ડ શરૂ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો -મ્યુકોરમાઇકોસીસ નવો રોગ નથી, કે ન તો ચેપી રોગ.. જાણો વિગતે…