ગુજરાત

gujarat

ETV Bharat / state

#SuratFireTragedy: વાલીઓએ પોલીસ કમિશ્નરને કડક કાર્યવાહીની માંગ કરી - Surat tragedy

સુરતઃ સરથાણામાં આવેલ તક્ષશીલા આર્કેડમાં સર્જાયેલ અગ્નિકાંડમાં 22 જેટલા માસુમ વિદ્યાર્થીઓનો જીવ હોમાય ગયો છે. આ ઘટનાના કસુરવારો સામે હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી ન હોવાથી મૃતક વિદ્યાર્થીઓના વાલીઓ સુરત પોલીસ કમિશ્નર કચેરીએ આ બાબતે રજૂઆત કરવા પહોંચ્યા હતા.

સુરત અગ્નિકાંડ

By

Published : Jun 4, 2019, 8:31 PM IST

એક તરફ તક્ષશીલા આર્કેડના અગ્નિકાંડની શાહી હજુ ભૂલાઈ નથી, તો બીજી તરફ વાલીઓમાં આ ઘટનાના કસુરવાર સામે રોષ ભભૂકી રહ્યો છે. આજે 22 વિદ્યાર્થીઓના વાલીઓએ પોલીસ કમિશ્નરને રૂબરૂમાં મુલાકાત કરી આ અંગે રજૂઆત કરી હતી. વાલીઓએ જણાવ્યું હતું કે, આ ઘટના અંગે તઠસ્થ તપાસ થવી જોઈએ. આ ઘટનામાં ફાયર વિભાગ, બિલ્ડર, DGVCL સહિત જે પણ વિભાગના અધિકારીઓની જવાબદારી આવે તે બધાની ધરપકડ કરી કાર્યવાહી કરવામાં આવે. સસ્પેન્ડ કરવાથી કોઈ કાર્યવાહી થઈ જતી નથી તેમની સંપત્તિની પણ તપાસ થવી જોઈએ અને કસુરવારોને જેલમાં પુરી દેવા જોઈએ.

સુરત અગ્નિકાંડ મામલે વાલીઓએ પોલીસ કમિશ્નરને કડક કાર્યવાહીની માંગ કરી

વાલીઓનો આરોપ છે કે, આ ઘટનામાં કોઈ નક્કર કાર્યવાહી થઈ નથી ફક્ત આશ્વાસન મળ્યું છે. હજી સુધી કોઇ કસુરવારો સામે કાર્યવાહી થઈ હોય તો સસ્પેન્ડ નહીં સીધા જેલ ભેગા કરવા જોઈએ. જે તે સમયના મનપા કમિશ્નર એમ.કે.દાસે જો આ બાંધકામ જ થવા ન દીધુ હોત તો આ ઘટના બની જ ન હોત.

ABOUT THE AUTHOR

...view details