- 36 બેઠકો માટે 219 દાવેદારો
- 3 દિવસથી ચાલતી હતી સાંભળવાની પક્રિયા
- આગામી માર્ચ માસમાં યોજાશે ચૂંટણી
સુરત : બારડોલી નગર ભાજપ કાર્યાલય ખાતે આવનારી નગરપાલિકાની ચૂંટણીને લઈ ટિકિટ માટે દાવેદરી કરનારા દાવેદારોને સંભાળવામાં આવ્યા હતા. બુધવારના રોજ છેલ્લા દિવસે કુલ 219 ઉમેદવારોએ ચૂંટણી લડવા માટે પોતાની ઈચ્છા પાર્ટીના નિરીક્ષકો સમક્ષ રજૂ કરી હતી.
ભાજપ દ્વારા નિયુક્ત નિરીક્ષકોએ સાંભળ્યા
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ચૂક્યો છે. ત્યારે બારડોલી નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા લોકશાહીની પ્રણાલી મુજબ ચૂંટણી લડવા માંગતા ઇચ્છુક દાવેદારોને સાંભળવાની પ્રક્રિયાના શરૂ કરવામાં આવી હતી. જેના ભાગરૂપે બુધવારના રોજ બારડોલી નગર ભાજપ કાર્યાલય ખાતે પાર્ટી દ્વારા નિરિક્ષક તરીકે નિમણૂક કરવામાં આવી હતી.