ગુજરાત

gujarat

ETV Bharat / state

જુઓ ગણપતિજીની એક રૂપિયાના સિક્કા જેટલી 21 મૂર્તિઓ - સુરતના સમાચાર

ગણેશોત્સવને લઈને ગણેશભકતોમાં દર વર્ષે અનેરો ઉત્સાહ જોવા મળતો હોય છે, પરંતુ સુરતનો એક પરિવાર એવો છે જેના માટે આખું વર્ષ જ ગણેશોત્સવનો તહેવાર છે. રાંદેરના વાંકલ વિસ્તારમાં એક પરિવાર પાસે ગણપતિજીની 1 રૂપિયાના સિક્કા જેટલી 21 મૂર્તિઓ છે. જેમની પૂજા માત્ર ગણેશોત્સવ દરમિયાન જ નહીં પરંતુ રોજ કરવામાં આવે છે.

ગણપતિજી મૂર્તિઓ
ગણપતિજી મૂર્તિઓ

By

Published : Sep 1, 2020, 2:20 PM IST

સુરત: દર વર્ષે સુરતની વિવિધ રહેણાંક સોસાયટીઓમાં સાર્વજનિક ગણેસોત્સવનું ધામધુમ પૂર્વક આયોજન કરવામાં આવે છે, પરંતુ આ વર્ષે સુરતમાં કોરોનાનો કહેર હોવાથી સાર્વજનિક ઉત્સવની ઉજવણી પર પ્રતિબંધ મુકાયો છે. જેના કારણે આ વર્ષે સંખ્યાબંધ સોસાયટીઓમાં સાર્વજનિક ગણેશોત્સના બદલે લોકોએ ઘરે જ શ્રીજીની સ્થાપના કરી છે. ત્યારે રાંદેરના વાંકલ વિસ્તારના સેલર પરિવાર દ્વારા ગણેશજીની 21 મૂર્તિઓ સાચવવામાં આવી છે.

ગણપતિજી મૂર્તિઓ

આ મૂર્તિઓ એક રૂપિયાના સિક્કા જેટલી જ છે એટલે કે એક થી દોઢ ઈંચ જેટલી છે. તો વળી તે અલગ અલગ રૂપની છે. આ મૂર્તિઓ બ્રાસની બની છે, આ અનોખી મૂર્તિઓ માત્ર ગણેશોત્સવ દરમિયાન જ પૂજાય છે તેવું નથી, પરંતુ આ મૂર્તિને મહોલ્લાના મંદિરમાં મૂકવામાં આવી છે જેથી ગણેશજીની પૂજા રોજ થાય છે.

ગણપતિજી મૂર્તિઓ

મૂર્તિમાંથી એક મૂર્તિમાં સ્વેતાર્ક ગણપતિ છે જે આંકડાના ફૂલમાં હોય છે. એક વામનરૂપી ગણેશ છે તો અન્ય એક લંબોદર રૂપના શેષનાગના આસન પર બેઠેલા ગણપતિ છે. આ સિવાય નૃત્ય કરતા ગણેશજીની એટલે કે નટરાજાન ગણેશજીની પણ મૂર્તિ છે, અન્ય એક ગણપતિજી છે જેમના 10 થી વધુ હાથ છે અને બીજા બાલકૃષ્ણ સ્વરૂપના ગણપતિ છે.

ગણપતિજી મૂર્તિઓ
કલ્પનાબેન સેલર કહે છે, ગણેશજી પ્રત્યે અમારી આસ્થા પ્રબળ છે એટલે આ મૂર્તિ રામેશ્વરમથી 7 વર્ષ પહેલા મારા નણંદ લાવ્યા હતા. મૂર્તિ અમે મહોલ્લાના મંદિરમાં મૂકી છે જેની રોજ પૂજા પણ કરવામાં આવે છે.તેમણે કહ્યું કે, અમારા માટે આખુ વર્ષ જ ગણેશોત્સવ છે.

ABOUT THE AUTHOR

...view details