સુરત:તારીખ 30 મે વર્ષ 2021 ના રોજ સુરતના સચિન ખાતે આવેલ સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં એક્સપોર્ટ કરાતા હીરાના કન્સાયમેટની તપાસ ડીઆરઆઇ અને કસ્ટમ વિભાગ દ્વારા કરવામાં આવી હતી. જેમાં અને એક જ ચોકાવનારો ખુલાસો સામે આવ્યો હતો. સેઝ ખાતે કાર્યરત યુનિવર્સલ જેમ્સ દ્વારા વિદેશમાં જે લેબગ્રોન હીરા મોકલવામાં આવતા હતા તે રીયલ ડાયમંડ હતા. એક્સપોર્ટના મામલે કસ્ટમ વિભાગે અંગેની જાણકારી કંપની તરફથી કરવામાં આવી ન હતી અને સંપૂર્ણ ખેલ કરવામાં આવી રહ્યો હતો.
દિલ્હીથી ધરપકડ:યુનિવર્સલ જેમ્સ કંપની પાસે લેબગ્રોન હીરાના એક્સપોર્ટ અને ઈમ્પોર્ટ માટે લાઇસન્સ પણ હતું. પરંતુ કંપની રિયલ ડાયમંડ એક્સપોર્ટ કરી રહી હતી. કસ્ટમ વિભાગએ કંપનીના તમામ હિરા જપ્ત કરી લીધા હતા. કંપનીના માલિકની શોધખોળ શરૂ કરી હતી. આ દરમિયાન કસ્ટમ વિભાગએ જે હીરા જપ્ત કર્યા હતા. તેની વેલ્યુએશન કિંમત 204 કરોડ રૂપિયા હોવાનું બહાર આવતા કસ્ટમ વિભાગ પણ ચોંકી ઉઠયું હતું. કંપનીના માલિક મિત કાછડિયા ઓફિસ અને ઘર પર દરોડા પણ પાડવામાં આવ્યા હતા. મીત કાછડીયા લાંબા સમય સુધી દુબઈ ફરાર થઈ ગયો હતો. જોકે થોડા સમય બાદ તેની દિલ્હીથી ધરપકડ પણ કરાઈ હતી.