સુરત :વિશ્વનું સૌથી વધુ ઝડપથી વિકસતું શહેર એટલે (Surat development operation) સુરત છે. ટેક્સટાઇલ અને ડાયમંડ સિટી સુરત માટે અનેક પ્રોજેક્ટ હાલ કાર્યરત છે. વર્ષ 2022માં સુરતને નવી સોગાતો આપવામાં આવી છે. જેમાં તાપી નદી ઉપર બેરેજ સહિત કિલ્લાનું નવીનીકરણ સામેલ છે. (Project in Surat)
86 હેક્ટર વિસ્તારમાં પથરાયેલું જંગલ શહેરમાં સુરત મહાનગરપાલિકાના અલથાણ બમરોલી બ્રિજથી ભીમરાડ બમરોલી બ્રિજ સુધીના વિસ્તારમાં ખાડી કિનારે મનપાની વિશાળ જગ્યામાં બાયોડાયવર્સીટી પાર્ક તૈયાર કરી રહ્યું છે. 180 કરોડના ખર્ચે મનપા દ્વારા શહેરમાં અર્બન ફોરેસ્ટનું આયોજન કરાયું છે. આ વિશાળ પાર્ક સાકાર થવાથી કુલ 86 હેક્ટર વિસ્તારમાં પથરાયેલું જંગલ શહેરમાં હશે. જે ગુજરાતનું સૌપ્રથમ બાયોડાયવર્સીટી પાર્ક બનશે. આ પાર્ક કુલ અલથાણ ખાડી કિનારે ડેવલપ કરવામાં આવી રહ્યું છે. જેમાં ખાડી (40 હેક્ટર) સહિત કુલ 126 હેક્ટરનો વિસ્તાર આવરી લેવામાં આવ્યો છે. તેમજ પ્લાન્ટેશન કુલ 86 હેક્ટરમાં થશે. કુલ 6 લાખ રોપાઓ રોપાશે. કુલ 85 જાતિના રોપાઓ અહીં હશે. તે ઉપરાંત અહીં સાયકલ ટ્રેક, જોગીંગ ટ્રેક, તળાવ, એમ્યુઝમેન્ટ પાર્ક, ડિસ્કવરી સેન્ટર, બર્ડ વોચિંગ ટાવર પણ હશે. (Development Project in Surat)
ઐતિહાસિક કિલ્લાના ફેઝ 1નું કામ પૂર્ણમનપા દ્વારા શહેરના ઐતિહાસિક કિલ્લાને પણ રિસ્ટોરેશન કરી ડેવલપ કરવામાં આવી છે. જેથી આજની પેઢી પોતાના શહેરના ઇતિહાસ વિશે જાણી શકે. ઐતિહાસિક કિલ્લાના ફેઝ-1 નું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે. જેથી વેકેશનમાં શહેરીજનો આ ઐતિહાસિક કિલ્લાની મુલાકાત લઈ શકશે. 21.73 કરોડના ખર્ચે કિલ્લાના ફેઝ 1નું કામ પૂર્ણ કરાવ્યું છે. 16મી સદીમાં આ કિલ્લાનું નિર્માણ થયુ હતુ. શહેરનો ઐતિહાસિક કિલ્લો ઈ.સ 1540માં ખુદાવંદખાન દ્વારા તૈયાર કરાયો હતો. જે અન્ય દેશોના આક્રમણથી બચવા માટે ખાસ તૈયાર કરાયો હતો. (2023 projects in Surat)
આ પણ વાંચોગુજરાતની રાજનીતિનું ફલેશબેક: કોઈનું કરિયર શરૂ કોઈનું સંપૂર્ણ
40 વર્ષ સુધીની પાણીની સમસ્યાનો હલસુરત શહેર માટે જીવાદોરી રૂપ તાપી નદીની સફાઈ માટે 10 વર્ષથી ટલ્લે ચડેલો પ્રોજેક્ટ આખરે કેન્દ્ર સરકારમાં પણ મંજૂર થઇ જતા સુરત માટે મોટું કામ થયુ છે. સુરતના લોકોની આગામી 40 વર્ષ સુધીની પાણીની સમસ્યાનો હલ કરવા માટે લાંબા સમયથી તેની વિચારણા ચાલતી હતી. તે કન્વેશનલ બેરેજના ટેન્ડરને સ્થાયી સમિતિએ મંજૂર કરી દીધા છે, ત્યારે આ પ્રોજેકટને પુરો કરવા માટે 2022 સુધીનો લક્ષ્યાંક રખાયો છે. જોકે, બધું લક્ષ્યાંક પ્રમાણે પાર ઉતરે તો આગામી પાંચ વર્ષમાં જ તાપી નદી ચોખ્ખી થઇ જશે તેવી આશા ઉભી થઇ છે. 976.25 કરોડના આ પ્રોજેક્ટ માટે પાંચ વર્ષનો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે. (Development in Surat 2022)
શહીદ સ્મારકનું નિર્માણ સુરત દેશની સેના તેમજ શહીદ જવાનોના સન્માન તથા સૈન્ય બાબતે લોકોમાં વધુમાં વધુ જાણકારી થાય તેના માટે સુરતમાં શહીદ સ્મારકનું નિર્માણ કરવાનું આયોજન મનપા દ્વારા કરવામાં આવ્યું છે. કુલ 83,560 ચો.મી. જગ્યામાં આ પ્રોજેક્ટ કુલ 51.63 કરોડના ખર્ચે સાકાર થઈ રહ્યો છે. નવા વર્ષમાં શહેરીજનો માટે વધુ એક હરવા ફરવા માટેનું સ્થળ તૈયાર થઈ જશે. શહીદ સ્મારકમાં ભારતીય સેનાનો પરિચય તેમજ ઈતિહાસ લખાવી અને સંગ્રહાલય બનાવી સેનાની સંપૂર્ણ માહિતી લોકોને પ્રદાન કરવામાં આવશે. જેમાં સેનાનો ઇતિહાસ, બટાલીયનની માહિતી, સેનાની ત્રણેય પાંખ વિશેની જાણકારી, હથિયાર, તોપો, બંદૂકો, ટેન્કો, બોમ્બ તથા કારતૂસો, લડાકુ વિમાનો, યુદ્ધ પોત, સબમરીન, રડાર, હેલિકોપ્ટર વગેરેની માહિતી હશે. (Surat Municipal Corporation)
ગુજરાતમાં સૌથી લાંબો સાયકલ ટ્રેક આ પણ વાંચોરણોત્સવમાં હવે હોટ એર બલૂનની સફર, જોઈ શકાશે અદભૂત નજારો
ગુજરાતમાં સૌથી લાંબો સાયકલ ટ્રેક સુરત ગુજરાતમાં સૌથી લાંબો સાયકલ ટ્રેક સુરત ખાતે તૈયાર કરવામાં આવ્યો છે. મહાનગરપાલિકા દ્વારા આ ખાસ સાયકલ ટ્રેક બનાવવામાં આવ્યો છે. તેથી પર્યાવરણની સાથોસાથ શહેરીજનો પણ સ્વસ્થ રહે. 75 આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત શહેરમાં 75 કિલોમીટર લાંબો આ સાયકલ ટ્રેક તૈયાર કરવામાં આવ્યો છે. આ ટ્રેક પર લાલ રંગથી સાંકેતિક સાઈકલ બનાવવામાં આવી છે જેથી લોકોને ખબર પડે કે આ ટ્રેક વિશેષસાઈકલ ચાલકો માટે છે.